Rajkot. તા.06
શહેર પોલીસ દ્વારા દર રવિવારની રાતે નાઈટ કોમ્બિંગ કરવામાં આવે છે ત્યારે ગઈકાલે રાતે પોપટપરા નાલા પાસે પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફે પાંચ વેપારીઓને નશાની હાલતમાં ઝડપી લીધા હતાં. સુરત, ગીર સોમનાથ અને ઉપલેટાના વેપારીઓ રાજકોટ પ્રસંગમાં દારૂની મહેફિલ માણી પરત જતા અને પોલીસની ઝપટે ચડી ગયા હતાં. બીજી તરફ કોમ્બિંગ નાઈટ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાંથી છરી સાથે આઠ શખસોને ઝડપી લીધા હતા. જ્યારે દારૂ પી નીકળેલા 19 શખસો પોલીસની ઝપટે ચડી ગયા હતા.
મળતી વિગત મુજબ, પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ જે.બી.રાણીંગા તથા ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમિયાન પોપટપરા નાલા પાસે ગુરુદ્વારા પાસેથી અમુક શખ્સોને પીધેલી હાલતમાં પકડી પાડ્યા હતા.
જેમાં કિશોર અશોક મોટવાણી (રહે.પાલનપુર ગામ, અડાજણ રોડ સુરત), ગીરીશ સજાનંદ મોટવાણી(રહે.સિદ્ધિવિનાયક રેસીડેન્સી રેલનગર), અમર કિશોર લાલવાણી (રહે સંજયનગર કોલોની સુત્રાપાડા), નિલેશ પરસોત્તમ ભાયાણી (રહે શહીદ અર્જુન રોડ ઉપલેટા), પ્રકાશ અશોક મોટવાણી(રહે.રાજેશ એપલ એપાર્ટમેન્ટ પાલનપુર ગામ સુરત) ને પકડી પાડી પ્રોહીબિશન હેઠળ ગુનો નોંધી તમામ સામે કાર્યવાહી કરી હતી.આ તમામ શખ્સો વેપારી હોવાનું અને રાજકોટમાં પ્રસંગમાં કારમાં બેસી દારૂની મહેફિલ માણી પરત ફરી રહ્યા હતાં.
તેમજ ગઈકાલ રાત્રિના પોલીસ દ્વારા કોમ્બિંગ નાઈટ કરવામાં આવી હતી જેમાં 27 શખસો પોલીસની ઝપટે ચડી ગયા હતા. જેમાં એ. ડિવિઝન પોલીસે માલવિયા ચોક યાજ્ઞિક રોડ પર પીધેલી હાલતમાં વીરા રામ નેબારામ મીણા, ભાવનગર રોડ રાજમોતી મીલ સામે રોડ પરથી રીક્ષાચાલક ધર્મેન્દ્ર કુંચાલાને, આજીડેમ પોલીસે ત્રંબા ગામ રાજકોટ ભાવનગર હાઇવે બસ સ્ટેન્ડની સામેથી નાથા પંચાભાઈ વાઢેર, સ્વાતિ પાર્ક મેઇન રોડ વિરાજ ચોક પાસેથી અનુપ રાઘવભાઈ સોનકર, રાજકોટ ભાવનગર રોડ રવિવારી બજારની સામેથી સંજય ગોબરભાઇ મેર અને સાઈબાબા સર્કલ પાસેથી દીક્ષિત મનસુખભાઈ ગીનોયાને, પ્રદ્યુમનનગર પોલીસે જામ ટાવર ચોક પાસે જામનગર રોડ પરથી પ્રતીક જેઠુરભાઈ બસિયાને,ગાંધીગ્રામ પોલીસે હનુમાન મઢી છોટુનગર મેઇન રોડ એરપોર્ટ રોડ પરથી ભાવેશ બાબુભાઈ સમેચાને, માલવીયા નગર પોલીસે નાના માવા રોડ પરથી ભાવેશ ગણપતભાઈ મકવાણા અને ગોંડલ રોડ પીડીએમ કોલેજ પાસેથી શૈલેષ ખેમજીભાઇ સાગઠીયાને, રાજકોટ તાલુકા પોલીસે કાલાવડ રોડ કણકોટ પાટીયા પાસેથી જયદીપ પ્રવીણભાઈ સોલંકીને,ભક્તિનગર પોલીસે નારાયણ નગર શેરી નંબર 11, ઢેબર કોલોની પાસેથી અસલમ અનવરભાઈ ભટ્ટી અને એ જ સ્થળેથી હનીફ અબ્દુલભાઈ ભુકેડાને,યુનિવર્સિટી પોલીસે 150 ફુટ રીંગ રોડ નાગરિક બેંકની પાછળથી નિખિલ ભીખુભાઈ વાગડિયાને પીધેલી હાલતમાં પકડી પાડી પ્રોહીબિશન હેઠળ ગુનો નોંધી તમામ સામે કાર્યવાહી કરી હતી.
તેમજ શહેરમાં ધાક જમાવવા છરી સહિતના હથિયારો વડે હુમલા કરવાની ટેવ વાળા શખ્સોની તપાસમાં પોલીસ હતી ત્યારે ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ ગોપાલ નમકીન સેલ્સ એજન્સીની સામેથી દિનેશ પ્રેમજીભાઈ જોગરાજીયાને અને ઘંટેશ્વર 25 વારિયાની બાજુમાં રોડ પરથી ગૌતમ ભીખુભાઈ રામાણીને, યુનિવર્સિટી પોલીસે 150 ફૂટ રીંગ રોડ, નાગરિક બેંક પાસેથી કલ્પેશ અશોકભાઈ કાસુન્દ્રાને, રાજકોટ તાલુકા પોલીસે રસુલપરા વકીલની વાડી સામેથી અદનાન અબ્દુલવહાબભાઈ સૈયદને, થોરાળા પોલીસે મયુર નગર મેન રોડ મમતા ડેરીની પાસેથી રવિ કનુભાઈ પરમાર અને ચુનારાવાળ ચોક ભાવનગર રોડ ખાતેથી મહેશ જેસીંગભાઇ રાવરાળીને, આજી ડેમ પોલીસે સાઈબાબા સર્કલ પાસે સ્વાતિ પાર્ક મેન રોડ પરથી ઋષિ કાળુભાઈ ઠાકોરને, માલવિયાનગર પોલીસે પી ડી એમ કોલેજ પાસે ગોંડલ રોડ પરથી વિષ્ણુ રામસિંગભાઈ રાઠોડને છરી સાથે ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

