Surendranagar તા.1
વઢવાણ ગણપતિ ફાટસર તથા ગણેશનગર સોસાયટીમાં રાત્રિ દરમિયાન થયેલી ગેસ સિલિન્ડરના બાટલાની ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારે આ આધારે સુરેન્દ્રનગરની વઢવાણ પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેકિંગ કરવામાં આવ્યા હતા.
આ અંગે તપાસ કરવામાં આવી હતી ત્યારે ગેસની સિલિન્ડરની ચોરી કરનાર ઇસમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો અને ત્યારબાદ આ અંગે તપાસ કરવામાં આવતા અજયભાઈ જીલુભાઇ સારલા હોવાનું ખુલવા પામ્યું હતું.
અજયભાઈ સારલા ની તપાસ કરવામાં આવતા તે પોતે 80 ફૂટ રોડ અલ્ટ્રા વિઝન સ્કૂલ પાછળ રહેતા હોવાનું સામે આવ્યું હતું અને આ આધારે વઢવાણ પોલીસ દ્વારા અજયભાઈ સારલા ની અટકાયત પણ કરવામાં આવી હતી.
તેની પૂજપર જ કરવામાં આવતા તેના દ્વારા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરવામાં આવી હોવાની કબૂલાત કરવામાં આવી હતી અને દેવાંગ રમેશભાઈ ભરવાડ ને આ સિલિન્ડર વેચાણથી આપવામાં આવ્યા હોવાનો પણ સામે આવ્યું હતું.
ત્યારે આ અંગે વઢવાણ પોલીસ દ્વારા અલગ અલગ 16 જેટલા ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા હતા જેમાં સુરેન્દ્રનગરએ ડિવિઝન પોલીસ બી ડિવિઝન પોલીસ જોરાવનગર પોલીસ અને વઢવાણ વિસ્તારમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
ત્યારે આ આધારે અજયભાઈ સારલાને કોર્ટમાં હાજર કરી અને તેના રિમાન્ડ પણ માંગવામાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં થયેલી ગેસ સિલિન્ડરની ચોરીની ઘટનામાં પણ તેમની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
રૂપિયાની જ્યારે જરૂર પડે ત્યારે અજય જીલુભાઈ સારલા પોતે ગેસના સિલિન્ડરની ચોરી કરતાં અને રૂપિયા 2500 પ્રતિ સિલિન્ડરના ભાવ લઈ અને દેવાંગ રમેશભાઈ ભરવાડને વેચાણથી આપી દેતા દેવાંગ રમેશભાઈ ભરવાડ છે તે પોતે રતનપર બાયપાસ રોડ મહાકાળી હોટલ પાસે વસવાટ કરે છે.
ત્યારે તેની પણ વઢવાણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને તેને ખરીદેલા અલગ અલગ 16 જેટલા ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વઢવાણ પોલીસ દ્વારા આ મુદ્દે કુલ 63 હજાર રૂપિયાનો મુદ્દામાં જપ્ત કરી અને કડક કાર્યવાહી અને પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

