Surendranagar,તા.1
પ્રવર્તમાન સમયમાં હીટવેવ અન્વયે વધુ પડતી ગરમી (લૂ)ની અસરથી બચવા માટેના કેટલાક સરળ ઉપાયો કરવા જરૂરી છે. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જોઈએ. ત્યારે ચાલો જાણીએ, હીટવેવથી બચવા શું કરવું અને શું ન કરવું?
હીટવેવથી બચવા આટલું કરો
” પૂરતું પાણી પીવો, તરસ ન લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું.
” શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઘછજ દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરો.
” બને તેટલું ઘરની અંદર રહો.
” વજનમાં હળવા, આછા રંગના, ઢીલા અને છિદ્રાળુ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ.
” શક્ય હોય તેટલું ઘરની અંદર રહેવું. તડકામાં ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો.
” આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવો.
” પીક અવર્સ (વધુ ગરમીના કલાકો) દરમિયાન રસોઈ કરવાનું ટાળો. રસોડામાં પૂરતા પ્રમાણમાં હવાની અવર-જવર માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ.” નાગરિકોએ વધુ પડતો શ્રમ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું પણ ટાળવું.
” ભરબપોરે કામ પર જતી વખતે થોડો સમય છાયડામાં આરામ કરવો.
” ઠંડક માટે માથા પર ઠંડું ભીનું કપડું રાખવું અને શ્રમિકોએ કામના સમયે ઉઘાડા શરીરે ફરવું નહીં.
” ઉપવાસ કરવાનું ટાળવું.
” મંદિર, મસ્જિદ, થિયેટર, શોપિંગ મોલ જેવા ઠંડકવાળા સ્થળોએ જવું.
” ઘર, ઓફિસ અથવા અન્ય કામ કરવાની જગ્યાએ પંખા, કુલર તેમજ અઈનો ઉપયોગ કરવો.
” બાળકો માટે કેસૂડાનાં ફૂલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો.
” ઘરની છત પર સફેદ રંગ, સફેદ ચૂનો અથવા સફેદ ટાઇલ્સ લગાવવી, જે ઘરનું તાપમાન ઘટાડશે.
” પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો. બાળકો, વૃદ્ધો, બીમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતી વ્યક્તિ કે જેઓ “લૂ”ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી રાખો.
હીટવેવ સમયે આટલું ન કરો
” શક્ય હોય ત્યાં સુધી બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી તડકામાં બહાર ન નીકળવું જોઈએ.
” શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં જેવા કે ચા, કોફી, સોફ્ટ ડ્રિંક્સ પીવાનું ટાળવું જોઈએ. તેમજ બજારમાં વેચાતા બરફનો ઉપયોગ ટાળવો જોઈએ.
” વધુ પ્રોટીન ધરાવતો ખોરાક, મીઠો, મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ટાળો. વાસી ખોરાક ન ખાવો.
” બાળકો અથવા પાલતુ પ્રાણીઓને પાર્ક કરેલા વાહનોમાં છોડશો નહીં.
” અગ્નિથી પ્રકાશિત બલ્બનો ઉપયોગ કરવાનું ટાળો, જે બિનજરૂરી ગરમી પેદા કરી શકે છે; તેમજ ગરમી પેદા કરે તેવા કમ્પ્યુટર અથવા અન્ય ઉપકરણોનો ઉપયોગ ઘટાડો.
લૂ લાગવાના/સનસ્ટ્રોકના લક્ષણો
” માથું દુખવું, પગની પિંડીઓમાં દુખાવો થવો
” શરીરનું તાપમાન વધી જવું
” ખૂબ તરસ લાગવી
” શરીરમાંથી પાણી ઓછું થઈ જવું
” વધુ તાવ આવવો
” ગરમ અને સૂકી ત્વચા
” નાડીના ધબકારા વધવા
” ઉલટી થવી, ઉબકા આવવા
” ચક્કર આવવા, આંખે અંધારા આવવા
” બેભાન થઈ જવું
” શુદ્ધ-બુદ્ધ ગુમાવી દેવી
” અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી
હીટવેવની આગાહી દરમિયાન આવા લક્ષણ કોઈપણ વ્યક્તિમાં જણાય તો તાત્કાલિક નજીકના ડોક્ટર, નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. આપાતકાલીન સ્થિતિમાં 108 એમ્બ્યુલન્સને ફોન કરવો.

