Surendranagar,તા.01
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી બસ સ્ટેન્ડ નજીક બાઇક અને આઇશર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઇક પર સવાર બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
અકસ્માત બાદ ઇજાગ્રસ્ત થયેલા બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી એક ઇજાગ્રસ્તની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં રિફર કરાયો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

