(મિલાપ રૂપારેલ),Amreli તા.2
અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજયની સુચના તથા માર્ગદર્શન આપેલ હતી. જે અનુસંધાને ગત તા.15 ના રોજ હસમુખભાઇ નાગજીભાઇ મોણપરા (રહે.સમઢીયાળા તા.બગસરા) વાળા બહારગામ ગયેલ હતા, તે દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમે સમઢીયાળા ગામે જાંજરીયા રોડ ઉપર આવેલ તેમની ખેતીની જમીનમાં લગાવેલો એક લોખંડનો ડેલો (દરવાજો) ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગેની હસમુખભાઇ દ્વારા અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ બગસરા પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી.
જે અંગે બગસરા પોલીસ ઇન્સ્પે. વી.કે.ગોલવેલકરના માર્ગદર્શન હેઠળ બગસરા પોલીસ ટીમ દ્વારા ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સંદિગ્ધ વ્યક્તિઓની ખાનગી રાહે તપાસ ચલાવી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સનો ઉપયોગ કરી ચોક્ક્સ બાતમી રાહે બગસરા પોલીસ સ્ટેશનના સીમચોરીનો ગુન્હો ભેદ ઉકેલી આરોપી મેરામભાઈ કાબાભાઈ માટીયા (રહે.સમઢીયાળા તા.બગસરા)ને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

