Lucknow,તા.18
કેપ્ટન શુભમન ગિલ અને ઇશાન કિશનની સદીઓની મદદથી ભારતે અફઘાનિસ્તાનને 403 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યંય હતું.
પ્રથમ બેટિંગ કરતા ભારતે 49.5 ઓવરમાં 402 રન બનાવ્યા હતા. ભારતે ODI ઇતિહાસમાં આઠમી વખત 400 રનનો આંકડો પાર કર્યો છે અને આ બાબતમાં દક્ષિણ આફ્રિકાના સમાન સ્તરે પહોંચી ગયું છે. ગિલ અને ઇશાને આ મેચમાં ભારત માટે જોરદાર બેટિંગ કરી હતી અને બંને બેટ્સમેનોએ સદી ફટકારી હતી.
ભારતે આઠમી વખત ODI માં 400+ રન બનાવ્યા છે, જે સંયુક્ત રીતે સૌથી વધુ છે.ભારત ઉપરાંત, દક્ષિણ આફ્રિકાએ પણ ODI માં આઠ વખત 400+ રન બનાવ્યા છે.ઇંગ્લેન્ડે ODI માં સાત વખત 400 રનનો આંકડો પાર કર્યો છે.ODI વર્લ્ડ કપ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ ત્રણ વખત 400 રનનો આંકડો પાર કર્યો છે.
ભારતે અફઘાનિસ્તાન સામે પોતાનો સૌથી વધુ ODI સ્કોર નોંધાવ્યો. ઓસ્ટ્રેલિયાએ આ ટીમ સામે સૌથી વધુ સ્કોર કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે, તેણે 2015માં છ વિકેટે 417 રન બનાવ્યા હતા. આ દરમિયાન, ઇંગ્લેન્ડે 2019માં અફઘાનિસ્તાન સામે છ વિકેટે 397 અને શ્રીલંકાએ 2024માં ત્રણ વિકેટે 381 રન બનાવ્યા હતા.

