(મિલાપ રૂપારેલ) Amreli, તા.ર
મોબાઇલ ફોનમાં આર.ટી.ઓ. ચલનની ફાસ ફાઇલ મોકલી અને મોબાઇલ ફોન હેક ક્રિક બેન્ક ખાતું ખાલી કરી નાંખી લોકો સાથે ઓનલાઇન ફ્રોડ કરી ઓળવી જઇ ઠગાઇ કરવા અંગેની અનેક ફરિયાદ ઉઠવા પામેલ છે. ત્યારે અમરેલીમાં વધુ એક આધેડ આવી ઠગાઇનો ભોગ બનતાં પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
અમરેલીના હનુમાનપરા વિસ્તારમાં આવેલ ગોકુલ ગાર્ડન, શેરી નં.1, માં રહેતાં કમલેશભાઇ હરેશભાઇ વ્યાસ, નામનાં 49 વર્ષીય આધેડના મોબાઇલ ફોનમાં આર.ટી.ઓ. ચલનની ફાસ ફાઇલ મોકલી અને ખોટી ઓળખ ઉભી કરી આધેડનો મોબાઇલ ફોન હેક કરી લઈ આધેડના બેંક અકાઉન્ટમાંથી અલગ અલગ ચાર જેટલાં ટ્રાન્જેક્શન કરી કુલ રકમ રૂપિયા 1,07,000 ટ્રાન્સફર કરી આધેડના પૈસાનું ઓનલાઇન ફ્રોડ કરી ઓળવી જઇ ઠગાઇ કર્યાની આધેડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

