Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Wankaner હાઈવે પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot પીજીવીસીએલના એમડીના નામે ડિજિટલ ફ્રોડ, જનરલ મેનેજર સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot એલસીબીનો સપાટો,શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Wankaner હાઈવે પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા
    • Rajkot પીજીવીસીએલના એમડીના નામે ડિજિટલ ફ્રોડ, જનરલ મેનેજર સાથે ₹45.60 લાખની ઠગાઈ
    • Rajkot એલસીબીનો સપાટો,શીકલીગર બેલડી દબોચી
    • Rajkot પૌત્રના ત્રાસથી વૃદ્ધાએ ઝેર પીધુ,પૌત્રએ ફિનાઈલ ગટગટાવ્યું
    • Rajkot હાથ ઉછીની રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમા પ્રોઢને બે વર્ષની જેલ
    • Rajkot લોધીકા રોડ પર આવેલ રાજકોટ ફાઉન્ડ્રી’ કંપની સાથે રૂ.૩૯.૨૦ લાખની ઠગાઈનો બનાવ સામે આવ્યો
    • Rajkot મોવિયાની કરોડોની જમીન પચાવી પાડવા રાજકોટના ભૂ માફિયાએ મહિલા વકીલ સાથે મળી આચર્યું કૌભાંડ
    • Rajkot પશ્ચિમ રેલ્વે દ્વારા રૂ 5.38 લાખનો ખોવાયેલ સામાન શોધી કાઢી મુસાફરને પરત કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Commonwealth Games 2030 માટે ખેલપ્રતિભાઓને પોષવા કચ્છ બન્યું સજ્જ
    સૌરાષ્ટ્ર

    Commonwealth Games 2030 માટે ખેલપ્રતિભાઓને પોષવા કચ્છ બન્યું સજ્જ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 5, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પ૧૦૫ રમત-ગમતના મેદાનોને સત્તાવાર દરજ્જો અપાયા

    Bhuj,તા.૫

    આગામી સમયમાં જ્યારે ગુજરાત કોમનવેલ્થ ગેમ્સ વર્ષ ૨૦૩૦ની યજમાની કરશે તેમજ આ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સરહદી કચ્છે પણ આંતરરાષ્ટ્રીય ગેમમાં દેશ અને રાજ્યને ગૌરવ અપાવે તેવા ખેલાડીઓ તૈયાર કરવા કમર કસી છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્થાનિક સ્તરે ખેલપ્રતિભાઓની શોધ અને રમત-ગમતની પ્રવૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘ખેલો ઇંડિયા યુથ ગેમ્સ’ની શરૂઆત કરાઇ છે. તે જ રીતે ગુજરાત રાજ્યમાં પણ ખેલપ્રતિભાઓના વિશિષ્ટ કૌશલ્યને વિકસાવવા અને ઉત્તેજન આપવા વિવિધ સ્તરે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આ બંને આયોજનથી અનેક પ્રતિભાવાન ખેલાડીઓ દેશ અને રાજ્યને પ્રાપ્ત થયા છે. તેમજ આ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

    આગામી સમયમાં જ્યારે ગુજરાત કોમનવેલ્થ ગેમ્સ  વર્ષ ૨૦૩૦ની યજમાની કરશે તેમજ આ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સરહદી કચ્છે પણ આંતરરાષ્ટ્રીય ગેમમાં દેશ અને રાજ્યને ગૌરવ અપાવે તેવા ખેલાડીઓ તૈયાર કરવા કમર કસી છે.

    નવી પેઢીને મોબાઇલના વળગણમાંથી બહાર કાઢી ગામના મેદાનો ગજવતા કરવા કચ્છ કલેક્ટર આનંદ પટેલ સમગ્ર રાજ્યને પ્રેરણા આપે તેવો ઐતિહાસીક નિર્ણય લીધો છે. કચ્છના બાળકોને અનોખી ભેટ સમાન આ નિર્ણયમાં ગુજરાતમાં સૌ પ્રથમ મહેસુલી તંત્ર દ્વારા મોટી સંખ્યામાં ગ્રામ્યકક્ષાએ રમત-ગમતના મેદાનો નીમ કરવાની કામગીરી કરાઇ છે. જે હેઠળ કચ્છ જિલ્લાના તમામ ૯ તાલુકામાં એકસાથે ૧૦૫ રમત-ગમતના મેદાન નીમ કરાયા છે.

    આજના ડિજિટલ યુગમાં બાળકોનું બાળપણ મોટાભાગે મોબાઇલ અને સ્ક્રીન સુધી મર્યાદિત થઈ ગયું છે. આવી પરિસ્થિતિમાં બાળકોને ફરીથી મેદાન તરફ આકર્ષવા માટે રમત-ગમતના પૂરતા માળખાની ઉપલબ્ધતા અત્યંત આવશ્યક છે. આ વિચારને સાકાર કરવા માટે કચ્છ જિલ્લામાં પડતર પડેલી સરકારી જમીનોની ઓળખ કરીને તેને રમત-ગમતના મેદાન તરીકે સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો છે.

    માત્ર એક માસ જેટલા ટૂંકા ગાળામાં ફિલ્ડ વિઝિટ અને જરૂરી મહેસૂલી પ્રક્રિયા પૂર્ણ કરીને આ નોંધપાત્ર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ૧૦૫ ગામના કુલ ૧૦૫ રમત-ગમતના મેદાન નીમ કરી રેવન્યૂ રેકર્ડ પર લાવ્યા છે. આ કામગીરીથી કુલ ૮,૪૯,૮૭૦ ચોરસ મીટર જમીન નીમ થતાં રમત-ગમત ક્ષેત્રે કચ્છના બાળકોનું ભવિષ્ય ઉજળું બનશે.

    માત્ર એક જ મહિના જેટલા ટૂંકા ગાળામાં, ફિલ્ડ વિઝિટ સહિતની રેવન્યુ પ્રક્રિયાને પૂર્ણ કરીને રમત-ગમતના મેદાનોને સત્તાવાર દરજ્જો આપવામાં આવતા ગ્રામજનોમાં પણ ખૂશીની લહેર ફેલાઇ છે. ગુજરાત સરકાર રમતગમત નીતિને અંતર્ગત રમતગમતના વાતાવરણને લોકપ્રિય બનાવવા રાજ્યમાં ખાસ પ્રશિક્ષણ, રમતગમતના સાધનો અને માળખાગત સવલતો પુરી પાડીને ચંદ્રકો જીતી શકે તેવી ક્ષમતા ધરાવતા રમતવીરોને તૈયાર કરવા પ્રયત્નશીલ છે ત્યારે કચ્છના નીમ કરાયેલા મેદાન કચ્છમાં રમતવીરો તૈયાર કરવામાં મજબૂત નીવ સાબિત થશે.

    આ અંગે કચ્છ કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, કચ્છ જેવા સરહદી તેમજ વિશાળ જિલ્લામાં બાળકો અને યુવાનોની શારીરિક અને માનસિક ક્ષમતા વધારવા માટે સ્પોર્ટસના મેદાન હોવા જરૂરી છે. ગુજરાત સરકારની રમત-ગમત નીતી હેઠળ કચ્છમાં ગ્રાસરૂટ કક્ષાએ માળખાગત સુવિધાઓ ઉભી કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ત્યારે આ નીમ કરાયેલા મેદાનો ખેલાડીઓને પ્રેક્ટિસ માટેની જગ્યાની ઉપરાંત ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓ દ્વારા સ્થાનિક પ્રતિભાઓને રાષ્ટ્રીય સ્તરે ચમકવાની તક આપશે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારમાં યુવાનોમાં સેના માં જોડાવાનો ઉત્સાહ પણ નોંધપાત્ર હોય છે. આવી સ્થિતિમાં આ મેદાનો અગ્નિવીર, સેનાની વિવિધ પાંખો તેમજ પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનો માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આગામી સમયમાં ડી.એમ.એફ., લોકલ ફંડ તથા અન્ય સરકારી યોજનાઓ હેઠળ આ મેદાનોના વિકાસ માટે વધુ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. ઉપરાંત બીજા તબક્કામાં વધુ ગામોમાં મેદાનો નીમ કરવાની કામગીરી હાથ ધરાશે. આ વિચારને મૂતિમંત કરવા માટે કચ્છ મહેસૂલી તંત્રે ખાસ ઝુંબેશ આદરીને કચ્છના ૯ તાલુકા જેમાં માંડવીમાં ૩૭, મુંદરામાં ૧૪, ભુજમાં ૮, નખત્રાણામાં ૫, અબડાસામા ૧૦, અંજારમાં ૧૨, ભચાઉમાં ૫, રાપરમાં ૯, લખપતમાં ૫ એમ કુલ ૧૦૫ રમત-ગમતના મેદાનોને નીમ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમા સૌપ્રથમ કચ્છના મહેસુલીતંત્ર દ્વારા આટલી મોટી સંખ્યામાં સ્પોર્ટસને પ્રોત્સાહન આપવા એકસાથે મેદાનો નીમ કરાયા છે. જે કચ્છના બાળકો તથા યુવાનોના સર્વાંગી વિકાસ, રમતપ્રત્યેની રૂચિ સાથે કચ્છમાં સ્પોર્ટસ પ્રવૃત્તિઓને વેગ આપવાનો ઉમદા વિચારને બળ આપશે.

     

    Bhuj Bhuj NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Wankaner હાઈવે પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026
    સૌરાષ્ટ્ર

    Prabhas Patan : વોન્ટેડ બુટલેગર વિજય વાજા ઝડપાયો

    May 5, 2026
    ખેલ જગત

    ૦,૪,૪,૬,૬,૧ : Rohit Sharma એ પોતાની વાપસી દરમિયાન ભારે તબાહી મચાવી,એલએસજી બોલરને હરાવ્યો

    May 5, 2026
    ખેલ જગત

    Suryakumar Yadav કેપ્ટન બનતાની સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ જીતી જાય છે, રોહિત પણ શાનદાર ઇનિંગ રમી

    May 5, 2026
    ખેલ જગત

    Orange Cap રેસમાં એક નવો વળાંક, ચાર બેટ્‌સમેનોએ ૪૦૦ થી વધુ રન બનાવ્યા

    May 5, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli પુત્રને બચાવવા આવેલી માતા પર કાર ચડાવી હત્યા, મહિલા સહિત 7 ઝડપાયા

    May 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Wankaner હાઈવે પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot પીજીવીસીએલના એમડીના નામે ડિજિટલ ફ્રોડ, જનરલ મેનેજર સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot એલસીબીનો સપાટો,શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026

    Rajkot પૌત્રના ત્રાસથી વૃદ્ધાએ ઝેર પીધુ,પૌત્રએ ફિનાઈલ ગટગટાવ્યું

    May 5, 2026

    Rajkot હાથ ઉછીની રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમા પ્રોઢને બે વર્ષની જેલ

    May 5, 2026

    Rajkot લોધીકા રોડ પર આવેલ રાજકોટ ફાઉન્ડ્રી’ કંપની સાથે રૂ.૩૯.૨૦ લાખની ઠગાઈનો બનાવ સામે આવ્યો

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Wankaner હાઈવે પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot પીજીવીસીએલના એમડીના નામે ડિજિટલ ફ્રોડ, જનરલ મેનેજર સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot એલસીબીનો સપાટો,શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.