New Delhi,તા.08
ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ પિતા બન્યા છે. તેમની પત્ની દેવીશા શેટ્ટીએ એક પુત્રીને જન્મ આપ્યો છે. સૂર્યકુમાર હાલમાં IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ રવિવારે રાયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે ટકરાશે. સૂર્યકુમાર આ મેચમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે નહીં.
35 વર્ષીય સૂર્યકુમાર યાદવે 2016માં દેવીશા શેટ્ટી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેમની પ્રેમ કહાની કોલેજમાં શરૂ થઈ હતી. ડાન્સ પરફોર્મન્સ દરમિયાન દેવીશાની પ્રતિભા જોઈને સૂર્યકુમારને દેવીશા સાથે પ્રેમ થઈ ગયો.
નોંધનીય છે કે, સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતે આ વર્ષે માર્ચમાં ન્યુઝીલેન્ડને હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. સૂર્યકુમાર છેલ્લા કેટલાક સમયથી ભારતીય T20 ટીમનો મુખ્ય ભાગ રહ્યો છે.

