ખરેડા વાડીમાંથી રાજકોટના શખ્સો મળી જુગટુ ખેલતા પાંચ શખ્સ રૂ 2 લાખના મુદામાલ સાથે ઝડપાયા :વાડી માલિક પોલીસ પકડ દૂર
લાલાવદર ગામે અને ગોડલાધાર ગામેથી નવ શખ્સો જુગટુ ખેલતા ઝડપાયા,
Rajkot,તા.15
રાજકોટ જિલ્લામાં ત્રણ સ્થળોએ જુગારના દરોડા પાડવામાં આવ્યા છે જેમાં કોટડા સાંગાણી તાલુકાના ખરેડા ગામે વાડીમાંથી જુગારધામ ઝડપી પાડી પાંચ શખ્સોની ધરપકડ કરી ₹2,00,000 નો મુદ્દામાલ કબજે કરી વાડી માલિકની શોધ ખોળ હાથ ધરી છે. વિંછીયા તાલુકા ના લાલાવદર ગામે જૂગટુ રમતા 6 શખ્સોને ઝડપી રૂપિયા 11,420 નો મુદ્દામાલ વિંછીયા પોલીસ સ્ટેશનને જપ્ત કર્યો હતો.જ્યારે જસદણના ગોડલાધાર ગામની સીમમાં મગન સિદાભાઈ કુકડિયા ની વાડીએ જુગાર રમતા 3 આરોપીને પોલીસે ઝડપી ને રૂ 23700નો મુદામાલ ઝપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે મળતી માહિતી મુજબ કોટડા સાંગાણી તાલુકાના ખરેડા ગામ નજીક મનુભાઈ પરબતભાઈ ચાવડા ની વાડીએ જુગાર રમતા હોવાની કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન ની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન એએસઆઈ વિશાલ ગઢાદરા કોન્સ્ટેબલ હિંમતસિંહ સંયુક્ત બાતમી આધારે મનુભાઈ પરબતભાઈ ચાવડાની વાડીએ દરોડો પાડતા જુગાર રમતા ખરેડા ગામે રહેતો મહેશભાઈ મનુભાઈ ચાવડા, રાજકોટ ગોંડલ રોડ પર ગીતા નગરમાં રહેતો ધર્મેશભાઈ મધુભાઈ ધ્રાંગીયા, રાજકોટ 150 ફૂટ રીંગ રોડ પર કિશન પાર્કમાં રહેતો અરવિંદભાઈ કચરાભાઈ ધ્રાંગીયા, ગોંડલ ભગવતપરામાં રહેતો ભરતસિંહ જસુભા ડાભી, શ્રીનાથગઢ ગામે રહેતો હસમુખભાઈ ધીરુભાઈ ટોળિયા, ની ધરપકડ કરી અને રોકડ રૂપિયા 148000 અને 55000 ની કિંમતના મોબાઈલ કુલ રૂપિયા 203000 મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં વાડી માલિક ને પકડવાનો બાકી હોય, બીજા બનાવમાં
વિંછીયા તાલુકાના લાલાવદર ગામે વીરપુર તળાવ પાસે બાવળના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમવાની બાતમી વીંછીયા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન માહિતી મળતા દરોડો પાડતા ભોંયરા ગામે રહેતો ખોડાભાઈ રામજીભાઈ મકવાણા, અમરાપુર ગામે રહેતો ઘનશ્યામભાઈ વશરામભાઈ સોલંકી, ફુલઝર ગામે રહેતો જેરામ તળસીભાઈ મેર, ભોયરા ગામે રહેતો સંજય કાળુભાઈ મકવાણા, અમરાપુર ગામે રહેશો સંજય ખોડાભાઈ મેર, અમરાપુર ગામે રહેતો પ્રવીણ વાલજીભાઈ ડાભી ને જુગાર રમતા ઝડપી પાડી અને રોકડ રૂપિયા 11420 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્રીજા દરોડામાં જસદણ તાલુકાના ગોડલાધર ગામ બંધાર સીમમાં મગન સિદાભાઈ કાકડિયા ની વાડીએ જાહેર જુગાર રમતો હોવાની જસદણ પોલીસ સ્ટેશનની પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન માહિતી મળતા દરોડો પાડતા ગોડલાધર ગામે રહેતા અને વાડી માલિક મગન કુકડીયા, માધવીપુર ગામે રહેતા ગણપત ગોવિંદભાઈ કેરાળીયા, શિવરાજપુર ગામે રહેતા પ્રવીણ ચકુભાઇ ભુસડીયા ને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા અને ત્રણેય જુગારીઓ પાસેથી રોકડા રૂ 10700 અને રૂ 13000 ની કિંમતના મોબાઈલ કુલ રૂ 23700 નો મુદામાલ જસદણ પોલીસે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

