Surendranagar તા.16
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં પોલીસે બાઇક ચોરીના બે અનડિટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરી કરેલી બે મોટરસાયકલ પણ જપ્ત કરી છે.
લીંબડી પોલીસ સ્ટેશનના પી.આઈ. જી.બી. પરમારના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.એમ. કોડિયાતર અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી કે કૃષ્ણનગર વિસ્તારના બે ઈસમોએ ટાઉન વિસ્તારમાંથી બે બાઇક ચોરી કરી પોતાના મકાનમાં છુપાવી છે. આ બાતમીના આધારે પોલીસે કૃષ્ણનગર વિસ્તારમાં દરોડો પાડી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં બળદેવભાઈ દેવજીભાઈ મકવાણા (ઉંમર 38) અને હાર્દિક બળદેવભાઈ મકવાણા (ઉંમર 24)નો સમાવેશ થાય છે. બંને લીંબડીના કૃષ્ણનગર, કોલેજ પાછળના રહેવાસી છે. પોલીસે આરોપીઓ પાસેથી હીરો કંપનીની GJ 01 EK 3048 નંબરની અને હીરો હોન્ડા કંપનીની ૠઉં 13 જ 1155 નંબરની બે ચોરીની મોટરસાયકલો કબજે કરી હતી.

