Veraval, તા. 16
વેરાવળના બીજા એડી.ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ન્યાયાધીશ ની કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં નિર્દોષ ઠરાવતો હુકમ જાહેર કરવામાં આવ્યો છે. ફરિયાદીના કહેવા મુજબ મરછી ના વ્યવસાય સાથે સંકળાયેલા હોય તેમજ આરોપી તથા તેના ભાઈ રફીકભાઈ મન્સૂરી પણ મરછી ના વ્યવસાય સાથે સંકળાયેલા હોય જેથી આરોપીના ભાઈ દ્વારા રૂા.1,00,000 ની ઉધારમાં મરછી ખરીદ કરેલ અને રકમ ચુકવવા આરોપી દ્વારા જવાબદારી સ્વીકારી ત્રણ ચેકો આપેલ હતા.
આ તકરારી ચેકો બેંકમાં વસુલાત અર્થે રજુ કરવામાં આવતા ચેકો રિટર્ન થતા કોર્ટમાં કેસ દાખલ કરેલ તે કેસ સરફરાજભાઈ ઈકબાલભાઈ મન્સૂરી ને ચેક બાઉન્સ અંગે ના કેસ માં શ્રીમતી એ.વી. ચૌધરી ની કોર્ટ દ્વારા નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ આ કેસમાં બચાવ પક્ષે વકીલ આબિદભાઈ સુમરા રોકાયા હતા.

