Jasdan, તા.16
હિન્દુ સમાજમાં આવતીકાલે રવિવારે અધિક માસ પુરૂષોત્તમ માસ શરૂ થઈ રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયા,જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણીએ સર્વે જસદણવાસીઓ ને આ માસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આવતી કાલ તા.17 મે 2026 રવિવારથી હિન્દુ પંચાગ મુજબ અધિક માસ બેસી રહ્યો છે ત્યારે તપ, દાન અને ખાસ કરીને આત્માને શુધ્ધ બનાવનારા સકારાત્મક ઉર્જા પુરી પાડનારા પરષોત્તમ માસની નાગરિકોને શુભેચ્છા પાઠવું છું .
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતીય ખગોળ વિજ્ઞાન અને એસ્ટ્રોનોમીની અદ્ભુત દેણના કારણે ત્રીજા વર્ષે આવતો પુરૂષોત્તમ માસ એક ધાર્મિક તરીકે ભારતીય સંસ્કૃતિમાં મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

