Surendranagar તા.16
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા માટે પોલીસે વિશેષ ડ્રાઇવ હાથ ધરી હતી. 15 મે, 2026ના રોજ લીંબડી પોલીસ સ્ટેશનની ટીમે વાહન ચેકિંગ દરમિયાન બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો સામે કાર્યવાહી કરી હતી.
આ ડ્રાઇવ દરમિયાન કુલ 10 વાહનોમાંથી બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી હતી. નિયમ ભંગ બદલ કુલ 7,600રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રજીસ્ટ્રેશન નંબર વગર, ખોટા નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મ જેવા નિયમ ભંગ બદલ કુલ 19 નોન-કોગ્નિઝેબલ (ગઈ) કેસ નોંધવામાં આવ્યા હતા.
મોટર વાહન અધિનિયમ (MV Act)ની કલમ 207 હેઠળ નિયમોનો ભંગ કરતા કુલ 5 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. લીંબડી પોલીસે વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ પણ કરી હતી.

