અનેક વિસ્તારમાં રાત્રે ૧૨ વાગ્યે, ૩ વાગ્યે અને વહેલી સવારે વીજળી ગુલ થઇ
(રવિ નિમાવત દ્વારા)
Morbi, તા,02
Morbi માં પીજીવીસીએલ તંત્ર આખા ઉનાળામાં કાળઝાળ ગરમીમાં મેન્ટેનન્સના નામે અડધા દિવસના વીજકાપ મુકીને કામગીરી કર્યાનો દાવો કર્યો હતો જોકે હજુ ચોમાસાનો વિધિવત પ્રારંભ પણ થયો નથી અને ગત મોડી રાત્રીના ઝરમર વરસાદ વરસતા જ વીજતંત્રએ હથિયાર હેઠા મૂકી દીધા હતા મોડી રાત્રીના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ હતી
ગત રાત્રીના પવન સાથે ઝરમર વરસાદ વરસતા જ વીજતંત્રની પોલ ખુલી ગઈ હતી રાત્રીના ૧૨ વાગ્યે જયારે વરસાદ શરુ થયો ના હતો ત્યારે જુના મોરબીમાં અનેક વિસ્તારમાં વીજળી જતી રહી હતી અને અડધો પોણો કલાક નાગરિકોને ગરમીમાં શેકાવું પડ્યું હતું અને બાદમાં ત્રણ વાગ્યા આસપાસ પવન સાથે ઝરમર વરસાદ શરુ થતા જ વિજતંત્રએ હાર સ્વીકારી લીધી હતી અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઇ હતી અને અંદાજે કલાક જેટલો સમય નાગરિકોએ મધરાત્રીએ ઉજાગરો કરવાનો વારો આવ્યો હતો આટલું પુરતું ના હોય તેમ રાત્રીના બે વખત વીજળી ગુલ થયા છતાં યોગ્ય કામગીરી કરવામાં આવી ના હતી અને વહેલી સવારે ફરીથી વીજળી ગુલ થઇ હતી
આમ એક જ રાત્રીમાં વીજતંત્રની પોલ ખુલી ગઈ હતી કાળઝાળ ગરમીમાં અડધો દિવસ વીજકાપ મૂકી તંત્રએ શું મેન્ટેનન્સ કામગીરી કરી છે તેનો હિસાબ માંગવાનો સમય આવી ગયો છે કાળઝાળ ગરમી અને બફારામાં મધરાત્રીએ નાગરિકોની હેરાનગતિ માટે વિજતંત્રની જવાબદારી ફિક્સ કરવી પડશે તેવી ચર્ચા પણ નાગરિકોમાં રોષ ભેર જોવા મળી રહી છે

