New York, તા. 18
ફિફા વર્લ્ડ કપમાં જર્મન ફૂટબોલ ખેલાડીઓએ માત્ર વિરોધી ટીમની રણનીતિઓ અને હુમલાઓથી જ નહીં, પરંતુ સાપોથી પણ બચીને રહેવું પડશે! એવું એટલાં માટે કે નોર્થ કેરોલિનામાં તેમનાં બેઝ કેમ્પમાં ઘાસની વચ્ચેથી એક સાપ નીકળ્યો છે.
જર્મનીના કેપ્ટન જોશુઆ કિમિચે આ વિશે જણાવ્યું હતું. આવી જ ફરિયાદો સ્વિસ અને નોર્વેની ટીમો તરફથી પણ મળી છે. કિમિચે કહ્યું, ‘જર્મનીમાં તમે રણનીતિ, ઇજાઓ અને આગામી પ્રતિસ્પર્ધીની ચિંતા કરો છો. પરંતુ અહીં એ પણ વિચારવું પડી રહ્યું છે કે ઘાસમાં શું છુપાયેલું છે!’
કિમિચે અને તેમની ટીમે સામનો નોર્થ કેરોલિનામાં જોવા મળતાં ઝેરી સાપ `કોપરહેડ’ સાથે થયો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સ્વિસ ટીમે સેન ડિએગોમાં પોતાનાં કેમ્પના બહારનાં વિસ્તારનું નામ `સ્નેક એરિયા’ રાખ્યું છે.
કિમિચે કહ્યું, ‘અમે એક સાપ જોયો અને અમને કહેવામાં આવ્યું કે તે ઝેરીલો હતો. જો કરડી લે તો હોસ્પિટલ જવું પડશે. આ ખતરનાક છે.’

