RAJKOT, તા.15
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2001થી રાજ્યનું શાસન દાયિત્વ સંભાળીને નીતિ આધારિત વિકાસનો મજબૂત પાયો નાંખીને ગુજરાતને પોલિસી ડ્રિવન સ્ટેટ બનાવ્યું છે.તેમના સફળ સુશાસનના 23 વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી ’વિકાસ સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે. આ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ થીમ આધારિત દિવસોની પણ ઉજવણી કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વિકાસ સપ્તાહ અંતર્ગત આજે ગાંધીનગર ખાતેથી ’નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લોન્ચ કરવામાં આવી. હાલના ભૂ-રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં આ નવી ટેક્સટાઈલ પોલિસીનું લોન્ચીંગ એક મહત્વપૂર્ણ કદમ પુરવાર થાય.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં આ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, નવા વિકાસ કામોની મંજૂરીના ઉપક્રમ યોજાઈ રહ્યાં છે.મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં GIDCના રૂ. 564 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.આ વિવિધ વિકાસ કામો પૈકી રૂ. 418 કરોડના ખર્ચે ઈ-ખાતમુહૂર્ત તેમજ રૂ. 146 કરોડના ખર્ચે ઈ-લોકાર્પણના પ્રકલ્પોની ભેટ રાજ્યના ઉદ્યોગોને મળવાની છે. આ ઉપરાંત, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં ઈન્સેન્ટિવ ટુ ઈન્ડસ્ટ્રીઝ અંતર્ગત 5,500 યુનિટને રૂ.1,000 કરોડથી વધુ મૂલ્યની સહાયનું વિતરણ પણ કરવામાં આવશે.