Morbi,તા.06
માળિયા (મી.) તાલુકાના ચીખલી ગામમાં રેડ કરી પોલીસે મીની હથિયાર ફેક્ટરી ઝડપી લઈને મુદામાલ જપ્ત કર્યો હતો જે આરોપીની સઘન પૂછપરછમાં ઘર પાછળ વાડામાં એક દેશી બંદુક છુપાવી રાખ્યાની કબુલાત આપતા પોલીસે દેશી બંદુક કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
માળિયા તાલુકાના ચીખલી ગામે રહેતા આરોપી સલીમ કાદર માલાણી નામનો ઇસમ પોતાના ઘરે હથિયાર બનાવતો હોવાની મળતા ટીમે રેડ કરી પોલીસે બે હથિયાર, હથિયાર બનાવવાના સાધનો સહિતનો મુદામાલ જપ્ત કરી આરોપીને ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કોર્ટમાં રજુ કરી પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા જે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરી બીજા હથિયાર બનાવી કોને કોને વેચ્યા છે તેની પૂછપરછ કરી હતી જેમાં આરોપીએ વધુ એક દેશી હાથ બનાવટની બંદુક બનાવી મકાન પાછળ આવેલ વાડામાં સંતાડી હોવાની કબુલાત આપી હતી જેથી પોલીસે વાડામાં છુપાવી રાખેલ દેશી બંદુક કીમત રૂ ૫૦૦૦ ની કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

