Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    BCCI એ શેર કર્યો વૈભવનો ભાવુક વીડિયો : ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ ખુશી છલકાઈ

    June 23, 2026

    કુરાસાઓના Goalkeeper રૂમે એક જ મેચમાં કુલ 15 ગોલ રોકી બનાવ્યો રેકોર્ડ

    June 23, 2026

    FIFA Superfans : કોઈ 4000 કિમી પગપાળા ચાલ્યું, કોઈએ ચહેરો રંગ્યો, તો કોઈએ મેચ જોવા માટે સંપત્તિ જ વેચી

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • BCCI એ શેર કર્યો વૈભવનો ભાવુક વીડિયો : ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ ખુશી છલકાઈ
    • કુરાસાઓના Goalkeeper રૂમે એક જ મેચમાં કુલ 15 ગોલ રોકી બનાવ્યો રેકોર્ડ
    • FIFA Superfans : કોઈ 4000 કિમી પગપાળા ચાલ્યું, કોઈએ ચહેરો રંગ્યો, તો કોઈએ મેચ જોવા માટે સંપત્તિ જ વેચી
    • Messi, Mbappe and Haaland નો દબદબો : આર્જેન્ટિના, ફ્રાન્સ અને નોર્વે નોકઆઉટમાં પહોંચી
    • મેદાન પર વાપસી માટે Hardik Pandya નો નવો પ્લાન : સેન્ટર ઓફ એક્સેલન્સમાં લેશે ખાસ ટ્રેનિંગ
    • IPL Trading : યશસ્વી જાયસ્વાલ મુંબઈ ઈન્ડિયન્સમાં જયારે હાર્દિક પંડ્યા રાજસ્થાન રોયલ્સમાં જશે?
    • FIFA World Cup માં દર્શકો માટે ઉત્સુકતા જગાવનારી ગ્રીન વ્હિસલ (સીસોટી)નો ઉપયોગ શા માટે થાય છે?
    • Serena Williams ની ધમાકેદાર વાપસી : 44 વર્ષની ઉંમરે વિમ્બલ્ડનમાં રમશે સિંગલ્સ અને ડબલ્સ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Lucknow અગ્નિકાંડ : સીએમના તાબડતોબ એકશન : 4 અધિકારી સસ્પેન્ડ : 4ની ધરપકડ
    અન્ય રાજ્યો

    Lucknow અગ્નિકાંડ : સીએમના તાબડતોબ એકશન : 4 અધિકારી સસ્પેન્ડ : 4ની ધરપકડ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 23, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Lucknow (ઉતર પ્રદેશ), તા.23
    અહીંના અલીગંજ વિસ્તારમાં આવેલી એક કોમર્શીયલ બિલ્ડીંગમાં આવેલ એક કોચીંગ સેન્ટરમાં ગઈકાલે ભયાનક આગ ભભુકી ઉઠતા 15 જેટલા છાત્રો જીવતા ભડથુ થઈ ગયા હતા આ ઘટનાથી પુરા દેશમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

    ઘટનાની જાણ થતા સીએમ યોગી આદીત્યનાથ બનાવ સ્થળે પહોંચી ગયા હતા.તેમણે તાત્કાલીક અસરથી એકશન લઈને ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી નાખ્યા છે. આ મામલે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. અગ્નિકાંડના આ બનાવની એસઆઈટી તપાસ કરશે.

    લખનૌની આ અગ્નિકાંડ મામલે એવી પણ ચોંકાવનારી વિગત બહાર આવી છે કે આ બિલ્ડીંગનું 2016 માં ડીમોલેશનનો ઓર્ડર હતો પરંતુ રહસ્યમય સંજોગોમાં છેલ્લી ઘડીએ રદ થયો હતો.

    આ મામલે વધુમાં જાણવા મળતી વિગત મુજબ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અલીગંજ અગ્નિકાંડને લઈને મોડી રાત સુધી ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. જેમાં દોષિતોને ચિન્હીત કરવા માટે વિશેષ તપાસ ટુકડી (એસઆઈટી)ની રચના કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. જયારે અલીગંજ પોલીસ સ્ટેશનમાં 6 લોકો સામે નામજોગ એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેમાંથી ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    સીએમનાં નિર્દેશ પર રચાયેલી એસઆઈટીમાં સંસ્કૃતિ વિભાગના અપર મુખ્ય સચીવ અમૃત અભિજાત અને લખનૌનાં એડી.જોન પ્રવિણકુમાર સભ્ય છે. તપાસ ટીમ 7 દિવસમાં રિપોર્ટ સીએમ સમક્ષ મુકશે.જયારે મુખ્યમંત્રીના નિર્દેશ પર ચાર અધિકારીઓને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

    પ્રથમ દ્રષ્ટિએ દોષિત ઠરેલા ગૌરવકુમાર એકસેન કલેકશન (વીજળી વિભાગ), જાનકીપુરમ, કમલેન્દ્ર કુમારસિંહ, એફએસએસઓ (ફાયર વિભાગ) ઈન્દીરાનગર, અનિલકુમાર-એઈ, એલડીએ અને પ્રમોદ પાંડે, જેઈ-એલડીપી સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.

    સોમવારે રાત્રે પોલીસે બિલ્ડીંગનાં માલીક મહેયજંગ,નિવાસી વીરેન્દ્ર પ્રસાદ શુકલા, અલીગંજ નિવાસી પેટ શોપ માલીક સુરેશકુમાર શાહ, નિવાસી કેશવનગર, મડીયાંવની ધરપકડ કરવામાં આવી છે. જયારે એફઆઈઆરમાં નામજોગ આરોપી ધીરેન્દ્ર શુકલા અને સુરેન્દ્ર શુકલાની તલાશ ચાલુ છે.

    મૃતકોનાં પરિવારને 7-7 લાખનુ વળતર
    વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે દુર્ઘટનાને લઈને દુઃખ વ્યકત કર્યુ છે. વડાપ્રધાને જીવ ગુમાવનાર છાત્રોના પરિવારજનોને બે બે લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. સીએમ યોગી આદીત્યનાથે મૃતકોને પરિજનોને 5-5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.

    બિલ્ડીંગને ડિમોલીશનનો ઓર્ડર અપાયેલો જે રદ કરાયો હતો
    જે બિલ્ડીંગમાં અગ્નિકાંડ સર્જાયો હતો તે બિલ્ડીંગને વર્ષ 2016 માં ડીમોલીશનનો ઓર્ડર અપાયો હતો જે રહસ્યમય-સંજોગોમાં રદ કરવામાં આવ્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. બિલ્ડીંગને ગેરકાયદે બાંધકામ મામલે ડિમોલીશનનો ઓર્ડર ઈસ્યુ કરાયો હતો. જોકે બે મહિના બાદ ઓર્ડર રદ કરવામાં આવ્યો હતો. લખનૌ ડેવલપમેન્ટ ઓથોરીટી (એલડીએ)ના અધિકારીઓએ આ વિગત આપી છે.

    શોર્ટ સર્કીટ કે એસી કમ્પ્રેસર ફાટવાથી આગની આશંકા
    15 જેટલા છાત્રોનો ભોગ લેનાર આગની દુર્ઘટના માટે શોર્ટ સર્કીટ અને એસીનું કમ્પ્રેસર ફાટવાનુ કારણ માનવામાં આવે છે. પ્રાથમીક અનુમાનો છે કે એસી કમ્પ્રેસર ફાટવાથી આગ લાગી અને બિલ્ડીંગમાં ફેલાઈ.આગ લાગી ત્યારે ઈમરજન્સી બહાર નીકળવાની વ્યવસ્થાના અભાવે છાત્રો બહાર નહોતા નીકળી શકયા પરીણામે આગનો ભોગ બની ગયા હતા.

    લખનૌ અગ્નિકાંડનો મામલો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં પહોંચ્યો
    દેશભરનાં કોચીંગ સંસ્થાનોમાં સુરક્ષાના ધોરણો નિશ્ચિત કરવાની માંગ ઉઠાવાઈ
    અત્રે અલીગંજ સ્થિત કોચીંગ સેન્ટરમાં આગ લાગવાથી 15 છાત્રોના મોતનો મામલો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (એનએચઆરસી)માં ઉઠાવવામાં આવ્યો છે. નોઈડા નિવાસી અને પુર્વ ક્ષેત્રીય ઉચ્ચ શિક્ષણ અધિકારી અને શિક્ષક રહેલા ડો.રાજીવકુમાર ગુપ્તાએ આયોગમાં ફરીયાદ નોંધાવી દેશભરની કોચીંગ સંસ્થાઓમાં સુરક્ષાના ધોરણોની તપાસ કરાવવા અને છાત્રોના જીવનની સુરક્ષા નિશ્ચિત કરવાની માંગ કરી છે.

    આયોગે ફરિયાદ સ્વીકારી છે ડો.ગુપ્તાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે લખનૌનાં અલીગંજમાં બનેલી ઘટના કોઈ પહેલી દુર્ઘટના નથી. આ પહેલ 27 જુલાઈ 2024 માં દિલ્હીનાં રાજેન્દ્રનગરમાં એક કોચીંગ સંસ્થાનમાં બેઝમેન્ટમાં જલભરાવની ઘટનામાં ત્રણ છાત્રોના મોત થયા હતા.

    આ ઉપરાંત 26 મે 2019 માં અમદાવાદના કોચીંગ સેન્ટરમાં લાગેલી આગમાં 22 છાત્રોના જીવ ગયા હતા. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, દેશભરનાં કોચીંગ સંસ્થાનોમાં આ પ્રકારની ઘટનાઓ સતત બહાર આવી રહી છે.

    મોટી સંખ્યામાં છાત્રો આવા નાના નાના બંધ રૂમોમાં ભણવા મજબુર છે. જયાં જીવનરક્ષક સુવિધાઓ પર્યાપ્ત નથી અને સુરક્ષાની વ્યવસ્થા નથી હોતી. આયોગને આ મામલામાં હસ્તક્ષેપ કરી છાત્રોના જીવન અને સુરક્ષાના અધિકારની રક્ષા માટે અસરકારક પગલા ઉઠાવવાની માંગ કરાઈ છે.

    CM Yogi Adityanath Lucknow
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    હવે હાઈવે પર વરસાદનું પાણી નહીં વેડફાય : દર વર્ષે રિચાર્જ થશે 924 અબજ લીટર ભુજલ

    June 23, 2026
    રાષ્ટ્રીય

    Bogus Claim; પ્રોવિઝનમાં અદલાબદલી : 20,000 કરદાતાઓને નોટીસ

    June 23, 2026
    રાષ્ટ્રીય

    Return from reel; સોશ્યલ મીડીયા ઈન્ફલુએન્સર, ડિજીટલ ક્રિએટર્સને પણ IT એ `લાઈક’ કર્યુ

    June 23, 2026
    રાષ્ટ્રીય

    જયાં કમળ ન ખીલ્યું ત્યાં ભાજપ કાદવ ફેલાવી રહ્યો છે : Pawan Kheda નો પ્રહાર

    June 23, 2026
    રાષ્ટ્રીય

    NSE એ જોડ્યા 11 નવા સેક્ટોરલ ઇન્ડેક્સ શેર નહીં, સીધેસીધા સેક્ટર પર દાવ

    June 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    ખાતર સાથેનું ભારતીય જહાજ Hormuz માંથી બહાર

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    BCCI એ શેર કર્યો વૈભવનો ભાવુક વીડિયો : ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ ખુશી છલકાઈ

    June 23, 2026

    કુરાસાઓના Goalkeeper રૂમે એક જ મેચમાં કુલ 15 ગોલ રોકી બનાવ્યો રેકોર્ડ

    June 23, 2026

    FIFA Superfans : કોઈ 4000 કિમી પગપાળા ચાલ્યું, કોઈએ ચહેરો રંગ્યો, તો કોઈએ મેચ જોવા માટે સંપત્તિ જ વેચી

    June 23, 2026

    Messi, Mbappe and Haaland નો દબદબો : આર્જેન્ટિના, ફ્રાન્સ અને નોર્વે નોકઆઉટમાં પહોંચી

    June 23, 2026

    મેદાન પર વાપસી માટે Hardik Pandya નો નવો પ્લાન : સેન્ટર ઓફ એક્સેલન્સમાં લેશે ખાસ ટ્રેનિંગ

    June 23, 2026

    IPL Trading : યશસ્વી જાયસ્વાલ મુંબઈ ઈન્ડિયન્સમાં જયારે હાર્દિક પંડ્યા રાજસ્થાન રોયલ્સમાં જશે?

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    BCCI એ શેર કર્યો વૈભવનો ભાવુક વીડિયો : ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ ખુશી છલકાઈ

    June 23, 2026

    કુરાસાઓના Goalkeeper રૂમે એક જ મેચમાં કુલ 15 ગોલ રોકી બનાવ્યો રેકોર્ડ

    June 23, 2026

    FIFA Superfans : કોઈ 4000 કિમી પગપાળા ચાલ્યું, કોઈએ ચહેરો રંગ્યો, તો કોઈએ મેચ જોવા માટે સંપત્તિ જ વેચી

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.