Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    BCCI એ શેર કર્યો વૈભવનો ભાવુક વીડિયો : ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ ખુશી છલકાઈ

    June 23, 2026

    કુરાસાઓના Goalkeeper રૂમે એક જ મેચમાં કુલ 15 ગોલ રોકી બનાવ્યો રેકોર્ડ

    June 23, 2026

    FIFA Superfans : કોઈ 4000 કિમી પગપાળા ચાલ્યું, કોઈએ ચહેરો રંગ્યો, તો કોઈએ મેચ જોવા માટે સંપત્તિ જ વેચી

    June 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • BCCI એ શેર કર્યો વૈભવનો ભાવુક વીડિયો : ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ ખુશી છલકાઈ
    • કુરાસાઓના Goalkeeper રૂમે એક જ મેચમાં કુલ 15 ગોલ રોકી બનાવ્યો રેકોર્ડ
    • FIFA Superfans : કોઈ 4000 કિમી પગપાળા ચાલ્યું, કોઈએ ચહેરો રંગ્યો, તો કોઈએ મેચ જોવા માટે સંપત્તિ જ વેચી
    • Messi, Mbappe and Haaland નો દબદબો : આર્જેન્ટિના, ફ્રાન્સ અને નોર્વે નોકઆઉટમાં પહોંચી
    • મેદાન પર વાપસી માટે Hardik Pandya નો નવો પ્લાન : સેન્ટર ઓફ એક્સેલન્સમાં લેશે ખાસ ટ્રેનિંગ
    • IPL Trading : યશસ્વી જાયસ્વાલ મુંબઈ ઈન્ડિયન્સમાં જયારે હાર્દિક પંડ્યા રાજસ્થાન રોયલ્સમાં જશે?
    • FIFA World Cup માં દર્શકો માટે ઉત્સુકતા જગાવનારી ગ્રીન વ્હિસલ (સીસોટી)નો ઉપયોગ શા માટે થાય છે?
    • Serena Williams ની ધમાકેદાર વાપસી : 44 વર્ષની ઉંમરે વિમ્બલ્ડનમાં રમશે સિંગલ્સ અને ડબલ્સ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»NSE એ જોડ્યા 11 નવા સેક્ટોરલ ઇન્ડેક્સ શેર નહીં, સીધેસીધા સેક્ટર પર દાવ
    રાષ્ટ્રીય

    NSE એ જોડ્યા 11 નવા સેક્ટોરલ ઇન્ડેક્સ શેર નહીં, સીધેસીધા સેક્ટર પર દાવ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 23, 2026No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.23

    નવા સેક્ટોરલ ઇન્ડેક્સના આધારે ETF અને ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરવાનું સરળ બનશે. આનાથી રોકાણકારોને કોઈ એક કંપનીનો શેર પસંદ કરવાની જરૂર નહીં પડે. તેઓ ઓછા ખર્ચે આખા સેક્ટરમાં રોકાણ કરશે અને વધુ સારા ડાયવર્સિફિકેશનનો ફાયદો ઉઠાવી શકશે.

    નિષ્ણાતોના મતે, આ ઇન્ડેક્સ ભારતીય પેસિવ ઇન્વેસ્ટમેન્ટ માર્કેટ માટે એક મોટું પગલું છે. આનાથી ફંડ મેનેજરોને વધુ સારો બેન્ચમાર્ક મળશે, જ્યારે AMC અને મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ નવા ETF, ઇન્ડેક્સ ફંડ અને થીમેટિક નિવેશ ઉત્પાદનો લોન્ચ કરી શકશે.

    નેશનલ સ્ટોક એક્સચેન્જની ઇન્ડેક્સ સેવાઓ પૂરી પાડતી કંપની NSE ઇન્ડાઇસીસ લિમિટેડે ગયા અઠવાડિયે 11 નવા સેક્ટોરલ ઇન્ડેક્સ લોન્ચ કર્યા છે. આમાં નિફ્ટી પાવર અને નિફ્ટી રિટેલ જેવા ઇન્ડેક્સ સામેલ છે. આ સાથે જ NSEના સેક્ટોરલ ઇન્ડેક્સની કુલ સંખ્યા 23 થી વધીને 34 થઈ ગઈ છે.

    NSE ઇન્ડાઇસીસ શેરબજાર માટે અલગ-અલગ પ્રકારનાં ઇન્ડેક્સ તૈયાર કરે છે અને તેનું સંચાલન કરે છે. આ સિવાય, તે સરકારી બોન્ડ, કોર્પોરેટ બોન્ડ, મની માર્કેટ અને અન્ય ડેટ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સના પ્રદર્શનને માપવા માટેના ઇન્ડેક્સ પણ બનાવે છે.

    દેશ અને વિદેશમાં નિફ્ટી ઇન્ડેક્સના આધારે ઘણાં ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. આમાં ઇન્ડેક્સ ફંડ્સ, ETF અને ઇન્ડેક્સ આધારિત ડેરિવેટિવ્ઝ સામેલ છે. આમાંથી કેટલાક ઉત્પાદનોનો વેપાર NSE અને NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જ (NSE IX) પર પણ થાય છે.

    સેક્ટોરલ ઇન્ડેક્સ કોઈ એક સેક્ટરની અગ્રણી કંપનીઓનાં શેરોને મળીને બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, બેન્કિંગ, આઈટી, ફાર્મા કે ઓટો સેક્ટરનો અલગ ઇન્ડેક્સ હોઈ શકે છે. આ ઇન્ડેક્સના માધ્યમથી એ સમજવું સરળ બને છે કે કોઈ ખાસ સેક્ટરનું પ્રદર્શન કેવું છે અને તે સેક્ટરની કંપનીઓના શેરોમાં કેવા પ્રકારની વધ-ઘટ આવી રહી છે.

    ખાસ ઇન્ડસ્ટ્રીની સાચી તસવીર માટે સેક્ટોરલ ઇન્ડેક્સની વધી માંગ
    છેલ્લાં કેટલાક વર્ષોમાં પાવર, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ, હોસ્પિટલ, રિટેલ અને હાઉસિંગ સેવાઓ જેવા સેક્ટર્સ ઝડપથી આગળ વધ્યાં છે. આ ક્ષેત્રોમાં રોકાણકારોનો રસ પણ વધ્યો છે.

    હવે ઘણાં રોકાણકારો કોઈ એક શેરના બદલે આખા સેક્ટરમાં રોકાણ કરવા માંગે છે. આ જ કારણ છે કે આવા સેક્ટોરલ ઇન્ડેક્સની માંગ વધી રહી છે, જે કોઈ એક ઇન્ડસ્ટ્રીની સાચી તસવીર દર્શાવી શકે.

    NSE નું માનવું છે કે, આ નવા ઇન્ડેક્સ દેશની બદલાતી અર્થવ્યવસ્થાના અલગ-અલગ ક્ષેત્રોના પ્રદર્શનને વધુ સારી રીતે દર્શાવશે. NSE ઇન્ડાઇસીસનું કહેવું છે કે આ નવા ઇન્ડેક્સથી રોકાણકારોને નવા બેન્ચમાર્ક મળશે. સાથે જ, એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMC) અને ETF, ઇન્ડેક્સ ફંડ જેવા પેસિવ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ માટે પણ નવી તકો ઊભી થશે.

    ‘નવા સેક્ટોરલ ઇન્ડેક્સથી પેસિવ ઇન્વેસ્ટમેન્ટને મળશે પ્રોત્સાહન’
    ફાઇનાન્સિયલ પ્લાનિંગ પ્લેટફોર્મ સહેજ મનીના સહ-સ્થાપક અને સેબી રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર અભિષેક કુમારના જણાવ્યાં અનુસાર, `છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં પેસિવ ઇન્વેસ્ટમેન્ટનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. આ સાથે જ કોઈ ખાસ સેક્ટરના પ્રદર્શનને ટ્રેક કરવા વાળા ઇન્ડેક્સની માંગ પણ વધી છે.

    11 નવા સેક્ટોરલ ઇન્ડેક્સનું લોન્ચિંગ ભારતીય પેસિવ ઇન્વેસ્ટમેન્ટ માર્કેટ માટે એક મોટું પગલું છે. આનાથી અલગ-અલગ સેક્ટર્સના પ્રદર્શનને પહેલાની સરખામણીમાં વધુ સચોટ રીતે ટ્રેક કરી શકાશે.

    અત્યાર સુધી કેપિટલ ગુડ્સ, હોસ્પિટલ, ઇન્સ્યોરન્સ અને રિટેલ જેવા ઘણાં ઉભરતાં સેક્ટર્સના અલગ બેન્ચમાર્ક નહોતા. જેના કારણે તેમનું પ્રદર્શન મોટા ઇન્ડેક્સમાં દબાઈ જતું હતું. નવા ઇન્ડેક્સ આવ્યાં પછી આ સેક્ટર્સ પર આધારિત ETF અને ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરવાનું સરળ બનશે.”

    દાખલા તરીકે, જો કોઈ રોકાણકારને લાગે છે કે પાવર, હોસ્પિટલ, ટેલિકોમ અથવા ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ભવિષ્યમાં સારી વૃદ્ધિ થઈ શકે છે, તો તેણે અલગ-અલગ કંપનીઓનાં શેર પસંદ કરવાની જરૂર નહીં પડે. તે તે સેક્ટર પર આધારિત ઊઝઋ અથવા ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરીને આખા સેક્ટરમાં એક સાથે રોકાણ કરી શકે છે.

    રિટેલ રોકાણકારોને જ નહીં, ફંડ મેનેજરોને પણ ફાયદો થશે
    અભિષેકનું કહેવું છે કે, રિટેલ રોકાણકારો અને ફાઇનાન્સિયલ એડવાઇઝર્સ માટે પણ આ ઇન્ડેક્સ ખૂબ ઉપયોગી સાબિત થશે. હવે કોઈ એક કંપનીનાં શેર ખરીદવાને બદલે રોકાણકારો સીધા પાવર, NBFC કે અન્ય કોઈ સેક્ટરમાં નિવેશ કરી શકશે.

    આનાથી કોઈ એક શેરમાં થતાં નુકસાનનું જોખમ ઓછું થશે, રોકાણમાં વિવિધતા (ડાયવર્સિફિકેશન) વધશે અને પોર્ટફોલિયોને વધુ સારી રીતે સંતુલિત કરવાનું સરળ બનશે.

    સેક્ટોરલ ઇન્ડેક્સની સંખ્યા વધવાથી રોકાણકારો, માર્કેટ વિશ્લેષકો અને ફંડ મેનેજરો માટે કોઈ ખાસ સેક્ટરના પ્રદર્શનને સમજવું સરળ બનશે. તેઓ માત્ર મોટા અને વ્યાપક ઇન્ડેક્સ પર નિર્ભર નહીં રહે, પરંતુ અલગ-અલગ ઉદ્યોગોની સ્થિતિ અને વલણોનું વધુ સચોટ આકલન કરી શકશે.

    આ નવા ઇન્ડેક્સથી રિટેલ રોકાણકારોને વ્યાપક સચોટ રોકાણની તકો મળશે. આગામી વર્ષોમાં સેક્ટોરલ ઇન્ડેક્સ રોકાણકારો માટે પોર્ટફોલિયો બનાવવા અને રોકાણની વ્યૂહરચના નક્કી કરવાનો મહત્વપૂર્ણ આધાર બની શકે છે.

    આ ઇન્ડેક્સ ફંડ મેનેજરોને પોતાનાં ફંડના પ્રદર્શનની તુલના વધુ સચોટ બેન્ચમાર્ક સાથે કરવામાં મદદ કરશે. ઉદાહરણ તરીકે, હેલ્થકેર ક્ષેત્રમાં રોકાણ કરવા વાળા ફંડ હવે પોતાનાં પ્રદર્શનની તુલના માત્ર હોસ્પિટલ સેક્ટર ઇન્ડેક્સ સાથે કરી શકશે.

    તેવી જ રીતે, ફાઇનાન્સિયલ સેક્ટરના ફંડ NBFC, હાઉસિંગ ફાઇનાન્સ અને ઇન્સ્યોરન્સ જેવા અલગ-અલગ ક્ષેત્રોના આધારે પોતાના પ્રદર્શનને વધુ સારી રીતે માપી શકશે.

    ખાસ સેક્ટર પર આધારિત ETF અને ઇન્ડેક્સ ફંડના વિકલ્પો વધશે
    આ 11 નવા ઇન્ડેક્સના આગમનથી મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ અને અખઈ ઘણાં નવાં રોકાણ ઉત્પાદનો લોન્ચ કરી શકશે. જેમાં ETF, ઇન્ડેક્સ ફંડ, સ્ટ્રક્ચર્ડ પ્રોડક્ટ્સ અને કોઈ ખાસ સેક્ટર પર આધારિત વિશેષ યોજનાઓ સામેલ છે. આનાથી રોકાણકારોને અલગ-અલગ કંપનીઓનાં શેર પસંદ કરવાની જરૂર નહીં પડે. તેઓ એક જ ફંડ દ્વારા સમગ્ર સેક્ટરમાં રોકાણ કરી શકશે.

    ‘અર્થવ્યવસ્થાની મળશે વધુ સારી તસવીર’
    NSE ઇન્ડાઇસીસના જણાવ્યાં અનુસાર, નવા સેક્ટોરલ ઇન્ડેક્સમાં જૂના અને ઝડપથી વિકસી રહેલાં બંને પ્રકારનાં સેક્ટર્સને સામેલ કરવામાં આવ્યાં છે. આનાથી ભારતીય અર્થવ્યવસ્થાના અલગ-અલગ ક્ષેત્રોના પ્રદર્શનને પહેલા કરતા વધુ સચોટ રીતે સમજી શકાશે.

    સેક્ટોરલ ઇન્ડેક્સ શું છે?
    ► તે કોઈ એક સેક્ટરની પ્રમુખ કંપનીઓથી મળીને બને છે.
    ► તે સેક્ટરના પ્રદર્શનનો સંકેત આપે છે.
    ► રોકાણકારોને તે સેક્ટરનું વલણ સમજવામાં મદદ કરે છે.
    ► તેના આધારે ETF અને ઇન્ડેક્સ ફંડ બનાવી શકાય છે.

    કેમ વધી રહી છે સેક્ટોરલ ઇન્ડેક્સની માંગ?
    ♦ રોકાણકારો થીમ આધારિત રોકાણ ઈચ્છે છે.
    ♦ પાવર, હોસ્પિટલ અને NBFC જેવા સેક્ટર ઝડપથી વધી રહ્યા છે.
    ♦ ETF અને ઇન્ડેક્સ ફંડ લોકપ્રિય થઈ રહ્યા છે.
    ♦ સેક્ટર્સનું સાચું પ્રદર્શન જાણી શકાય છે.

    નવા ઇન્ડેક્સથી રોકાણકારોને 5 મોટા ફાયદા
    1. મનપસંદ સેક્ટરમાં સીધું રોકાણ.
    2. એક શેર પર નિર્ભરતા ઓછી.
    3. વધુ સારું ડાયવર્સિફિકેશન (વિવિધતા).
    4. ઓછી કિંમતે રોકાણ.
    5. ETF અને ઇન્ડેક્સ ફંડના વધુ વિકલ્પો.

    નવા ફંડ લોન્ચ થવાની આશા
    નવા સેક્ટોરલ ઇન્ડેક્સ આવવાથી મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ અને એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMC) માટે પણ નવી તકો ઊભી થશે. તેઓ ભારતીય અર્થવ્યવસ્થાના ઉભરતા ક્ષેત્રો પર આધારિત નવા ETF, ઇન્ડેક્સ ફંડ અને અન્ય રોકાણ ઉત્પાદનો આસાનીથી લોન્ચ કરી શકશે.

    વધી રહ્યાં છે રોકાણના વિકલ્પો
    નવા સેક્ટોરલ ઇન્ડેક્સમાં પરંપરાગત અને ઝડપથી વધી રહેલાં સેક્ટર્સ પણ સામેલ કરવામાં આવ્યાં છે. આ દર્શાવે છે કે બજાર વધુ વિકસિત થઈ રહ્યું છે અને રોકાણકારો માટે નવી તકો પૂરી પાડી રહ્યું છે. હવે રોકાણકારો પોતાની જરૂરિયાત અને વ્યૂહરચના મુજબ રોકાણ માટે વધુ વિકલ્પો મેળવી શકશે. સાથે જ, વિવિધ સેક્ટર્સના પ્રદર્શનને સમજવામાં પણ સરળતા રહેશે.

    NSE adds 11 new sectoral
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    હવે હાઈવે પર વરસાદનું પાણી નહીં વેડફાય : દર વર્ષે રિચાર્જ થશે 924 અબજ લીટર ભુજલ

    June 23, 2026
    રાષ્ટ્રીય

    Bogus Claim; પ્રોવિઝનમાં અદલાબદલી : 20,000 કરદાતાઓને નોટીસ

    June 23, 2026
    રાષ્ટ્રીય

    Return from reel; સોશ્યલ મીડીયા ઈન્ફલુએન્સર, ડિજીટલ ક્રિએટર્સને પણ IT એ `લાઈક’ કર્યુ

    June 23, 2026
    રાષ્ટ્રીય

    જયાં કમળ ન ખીલ્યું ત્યાં ભાજપ કાદવ ફેલાવી રહ્યો છે : Pawan Kheda નો પ્રહાર

    June 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    ખાતર સાથેનું ભારતીય જહાજ Hormuz માંથી બહાર

    June 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    SpaceX Shares માં મોટો કડાકો : 600 અબજ ગુમાવ્યા

    June 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    BCCI એ શેર કર્યો વૈભવનો ભાવુક વીડિયો : ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ ખુશી છલકાઈ

    June 23, 2026

    કુરાસાઓના Goalkeeper રૂમે એક જ મેચમાં કુલ 15 ગોલ રોકી બનાવ્યો રેકોર્ડ

    June 23, 2026

    FIFA Superfans : કોઈ 4000 કિમી પગપાળા ચાલ્યું, કોઈએ ચહેરો રંગ્યો, તો કોઈએ મેચ જોવા માટે સંપત્તિ જ વેચી

    June 23, 2026

    Messi, Mbappe and Haaland નો દબદબો : આર્જેન્ટિના, ફ્રાન્સ અને નોર્વે નોકઆઉટમાં પહોંચી

    June 23, 2026

    મેદાન પર વાપસી માટે Hardik Pandya નો નવો પ્લાન : સેન્ટર ઓફ એક્સેલન્સમાં લેશે ખાસ ટ્રેનિંગ

    June 23, 2026

    IPL Trading : યશસ્વી જાયસ્વાલ મુંબઈ ઈન્ડિયન્સમાં જયારે હાર્દિક પંડ્યા રાજસ્થાન રોયલ્સમાં જશે?

    June 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    BCCI એ શેર કર્યો વૈભવનો ભાવુક વીડિયો : ટીમ ઇન્ડિયાની જર્સી જોઈ ખુશી છલકાઈ

    June 23, 2026

    કુરાસાઓના Goalkeeper રૂમે એક જ મેચમાં કુલ 15 ગોલ રોકી બનાવ્યો રેકોર્ડ

    June 23, 2026

    FIFA Superfans : કોઈ 4000 કિમી પગપાળા ચાલ્યું, કોઈએ ચહેરો રંગ્યો, તો કોઈએ મેચ જોવા માટે સંપત્તિ જ વેચી

    June 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.