New Delhi,તા.23
સોશ્યલ મીડીયાથી હવે ડિજીટલ ક્રિએટરની પણ એક વિશાળ માર્કેટ સર્જાઈ છે અને તેમાં જંગી કમાણી પણ છે. ખાસ કરીને ઈન્ફલુએન્સર જેઓ પ્રોકસી માર્કેટીંગ કરે છે. લાઈક-શેરના પણ લાખો બટન તેના માટે દબાય છે.
તેઓ હવે આવકવેરા વિભાગની નજરમાં આવી ગયા છે. ખાસ કરીને ફુડ-રેસ્ટોરા બ્રધર્સ- ટ્રાવેલ પ્લોગર્લ અને એજયુકેશન-શિક્ષણથી શેરબજારમાં જેઓ `જ્ઞાન’ પીરસે છે અને લોકપ્રિય છે.
તેઓ કોઈને કોઈ બ્રાન્ડ સાથે જોડાયેલા છે તથા યુ-ટયુબ અને ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહ્યા છે પણ તમારે હવે કમાણી પર ટેક્ષ અંગે પણ આવકવેરા વિભાગ સોશ્યલ મીડીયાના આધારે નોટીસ મોકલવા લાગ્યુ છે.
મોટાભાગના ઈન્ફલુએન્સર પ્રારંભમાં જ ખાતર રીલ કે કન્ટેન્ટ બનાવે છે પછી તેમાં ફાવટ આવી જાય. ફોલોઅર્સ વધવા લાગે તો ડીઝીટલ ક્રિએટર બની જાય છે પણ તેઓ આ ધંધો કરે છે તે ભાગ્યે જ જાણ હોય છે.
તેઓએ અલગથી જીએસટી રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. આવકવેરામાં તેની આ ક્રિએશનથી જે આવક થાય તે દર્શાવવાની રહે છે. હવે આવકવેરાના રિટર્નમાં આ પ્રકારના પ્રોફેશનલ માટે ખાસ કોડ દાખલ કરાયા છે.
તેઓ જે કમાણી કરે છે તે તમામ ઓનલાઈન હોય છે. જો કે અનેક એવા ઈન્ફલુએન્સર છે જે કંપની કે જેનો પ્રોકસી પ્રચાર કરતા હોય તે હોટલ-ટ્રાવેલ ખર્ચ ચુકવે છે કે અન્ય ભેટ આપે છે. આ પ્રકારે મળતી પ્રોકસી આવક પણ દર્શાવવી જરૂરી છે. હવે તેઓને નોટીસ મળતા તેઓ કરવેરા સલાહકાર-ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે દોડતા થઈ ગયા છે. આમ હવે રીલથી રીટર્નની સફર શરૂ થઈ છે.

