Shastri Rajdeep Joshi
જેઠ શુદ અગિયારસ ને ગુરુવાર તા.૨૫-૬-૨૦૨૬ ના દિવસે ભીમ અગિયારસ છે. આ દિવસે ગાયત્રી જયંતિ પણ છે આ દિવસે સવારના ૧૦.૫૪ સુધી શિવયોગ છે જે પૂજા ઉપાસના માટે ઉત્તમ ગણાય છે આ દિવસ રૂક્ષ્મણી વિવાહ નો દિવસ પણ છે આથી આ દિવસનું મહત્વ વધારે છે ખાસ કરીને ભીમ અગિયારસ વિધિ અને નિયમ પ્રમાણે રહેવાથી આખા આખા વર્ષની એકાદશી રહ્યા નું ફળ મળે છે
પૂજન- ખાસ કરીને ભીમ અગીયારશ નાં દિવસે આખો દિવસ કઈ પણ ભોજન તથા જળ પણ લીધા વગર રહેવાની હોય છે આથી જ નિર્જળા એકાદશી કહેવાય છે. આમ વ્રત ન કરી શકાય તો ઉપવાસ જરૂર કરવો. સવારનાં વહેલા ઉઠી અને નિત્ય કર્મ કરી.જળ પણ લીધા વગર રહેવાની હોય છે આથી જ નિર્જળા એકાદશી કહેવાય છે. આમ વ્રત ન કરી શકાય તો ઉપવાસ જરૂર કરવો. સવારનાં વહેલા ઉઠી અને નિત્ય કર્મ કરી સ્નાન કરતી વખતે ગંગા, જમના, સરસ્વતી નદીનાં નામ બોલી સ્નાન કરવું ત્યારબાદ સૂર્યને અર્ધ્ય આપવું. બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેનાં ઉપર ચોખા પધરાવી રાધા-કૃષ્ણ ભગવાનની છબીની સ્થાપના કરવી. ભગવાનને ચંદનનો ચાંદલો, ચોખા વસ્ત્ર, ફુલ, અબીલ, ગુલાલ, કંકુ, ધુપ, દીપ અને નૈવૈધમાં કેરી ખાસ અર્પણ કરવી.
આરતી કરી પ્રાર્થના કરવી કે મારા જીવનમાં કોઈ દિવસ મુસીબત ન આવે.આ બધુ પૂજન કરતી વખતે ૐ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનાં જપ
બોલવા. પૂજન પૂર્ણ થયા બાદ એકાદશીની કથા સાંભળવી અને ત્યારબાદ પીપળે પાણી રેડવું અને પ્રદક્ષીણા ફરવી. સાંજ ના સમયે ભગવાન નું કિર્તન કરવું.રાત્રીના જાગરણ કરવું.આમ નિર્જળા એકાદશીનું વ્રત રહેવાથી જીવનમાં કોઈપણ દિવસ મુશીબત આવતી નથી. આમ ભીમ અગીયારશનું વ્રત રહેવાથી આખા વર્ષની એકાદશીનું ફળ મળે છે. ભીમ અગીયારશનાં દિવસે ગરીબો અને બ્રાહ્મણોને દાન-દક્ષીણા આપવી ઉત્તમ – ફળ દાયક છે. આ દિવસે પાણી ભરેલા ઘડાનું દાન દેવું ઉત્તમફડા બને છે
મંત્ર જપ – ભીમ અગીયારશ નાં દિવસે આખા દિવસ દરમ્યાન ૐ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રની ૧૧માળા શ્રી કૃષ્ણ ભગવાનની સામે – બેસી કરવાથી માનસીક શાંતી મળે છે અને દુખ દુર થાય છે.
એકાદશીની કથાનો બોધ
દરેક મનુષ્ય ના જીવન મા કોઈને કોઈ ખામી હોય જ છે પરંતુ તે દરેક મનુષ્યમાં ખામી દુર કરવાનો પુરતો પ્રયત્ન કરવો – જોઈએ. જેથી જીવનમાં આગળ વધી શકાય અને મુસીબત આવે નહીં. ભીમસેનમાં એ ખામી હતી કે, તે ભુખ્યો રહી શકતો નહીં અને એકાદશીનું વ્રત કરી શકતો નહી પરંતુ નિર્જળા એકાદશીનું પાણી પીધા વગર વ્રત રહી અને આખા વર્ષની એકાદશીનું સફળ ફળ મેળવ્યું. આમ તમારામાં રહેલી ખામી મુસીબત ના બને તેનાં માટે તે ખામીને દુર કરવાનો હંમેશા પ્રયત્ન કરવો જોઈએ.
શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન)

