Rajkot, તા.27
ભારત સરકાર દ્વારા કોવિડ-૧૯ થી અસરગ્રસ્ત શેરી ફેરિયાઓ માટે પી.એમ.સ્વનિધી યોજના થકી તેઓની આજીવિકા પુનઃ સ્થાપિત કરી શકે તે હેતુથી સમગ્ર રાજકોટ શહેરના હોકર્સ ઝોન તથા શહેરના છુટાછવાયા સ્થળે ફેરી કરતા મહત્તમ શેરી ફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર નવા લાભાર્થીઓ માટે લોન ફોર્મ ભરવા તથા જે લાભાર્થીઓની લોન અરજી બેંક લેવલે મંજુરી માટે પેન્ડીંગ છે તેમની અરજીઓના નિકાલ, લોન મેળવેલ ફેરિયાઓ તથા તેમના પરિવારજનોનુ સામાજિક-આર્થિક પ્રોફાઈલિંગ થકી સરકારની અન્ય યોજનાઓનો લાભ મળી રહે તે માટે રાજકોટ મનપા દ્વારા લોક કલ્યાણ મેળાનુ આયોજન કરવામાં આવેલ છે.
આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા લાભાર્થીઓને મોબાઈલ (આધાર નંબર સાથે લીંક હોય તે) ઉપરાંત આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, બેંક પાસબુક, યુપીઆઈ આઈ.ડી., ઓરીઝીનલ અને ઝેરોક્ષ નકલ સાથે તા.૨૯,૩૦ ના રોજ મહાત્મા ગાંધી મ્યુઝીયમ, જ્યુબેલી ગાર્ડન પાસે રાજકોટ ખાતે સવારે ૧૦ થી સાંજે ૫ કલાક સુધી આ પીએમ સ્વ.નિધિ યોજનામાં પેન્ડીંગ રહેલ અરજીઓ મંજુર થાય તે માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા તથા ગુજરાત ગ્રામીણ બેંકોના અધિકારી પણ સ્થળ ખાતે હાજર રહેશે. તેમની નવી અરજી કરવા ઈચ્છતા લાભાર્થીઓની સ્થળ પર જ નવી અરજીઓ કરવામાં આવશે.

