રાજકોટ, તા.27
ભારતભરમાં બીએસ-વીઆઈ (ભારત સ્ટેજ-૬) ધોરણના તેમજ નવી પેઢીના ઈલેકટ્રોનિક નિયંત્રિત વાહનોની સંખ્યા સતત વધી રહે છે. આવા વાહનોમાં ઈસીયુ વિવિધ સેન્સર, ઓબીડી સિસ્ટમ, ઉત્સર્જન નિયંત્રણ ઉપકરણો અને અન્ય અદ્યતન ટેકનિકલ ઘટકોના વ્યાપક ઉપયોગ થતો હોવાથી તેમની જાળવણી અને મરામત માટે વિશિષ્ટ તાલીમ અને આધુનિક ડાયગ્નોસ્ટિક સાધનો જરૂરી બને છે. હાલમાં દેશના અનેક વિસ્તારોમાં સ્થાનિક મિકેનિકો અને સામાન્ય ગેરેજો પાસે બીએ-વીઆઈ વાહનોની ખામીઓનુ નિદાન અને સમારકામ કરવાની પૂરતી ટેકનિકલ ક્ષમતા ઉપલબ્ધ નથી. પરિણામે જ્યારે વાહન સેન્ટર, ઈલેક્ટ્રિલ સિસ્ટમ અથવા અન્ય ઈલેકટ્રોનિક ખામીના કારણે રસ્તામાં બંધ પડી જાય છે ત્યારે વાહનચાલકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને રાત્રિના સમયે જાહેર રજાઓ, રવિવાર તથા તહેવારો દરમિયાન અધિકૃત સર્વિસ સેન્ટરો બંધ હોવાથી ગ્રાહકોને લાંબા સમય સુધી રાહત જોવી પડે છે. જેના કારણે સુરક્ષા, સમય અને આર્થિક નુકસાન જેવી સમસ્યાઓ ઉભી થાય છે. મુખ્ય ભલામણો મોબાઈલ સર્વિસ સેન્ટર ફરજિયાત બનાવા જેવા અનેક મુદાઓની રાજેશ ભાતેલીયાએ કેન્દ્રીય પરીવહન મંત્રીને રજૂઆત કરી છે.

