New Delhi તા.1
ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ રાંધણગેસના તથા પાંચ કિલોના સિલીન્ડરના ભાવ ઘટાડયા તેની સાથોસાથ જેટ ફયુલ- હવાઈ ઈંધણના ભાવમાં પણ પ્રતિલીટર રૂા.5નો ઘટાડો કર્યો છે. જેના કારણે વિમાની કંપનીઓને મોટી રાહત મળશે.
અગાઉ આ ભાવ રૂા.110 પ્રતિલીટર હતો તે ઘટાડીને રૂા.105 કરવામાં આવ્યો છે. ઈરાની યુદ્ધને કારણે જે રીતે વિમાની ઈંધણ પણ મોંઘુ થયુ હતું તેના કારણે એરલાઈન્સ માટે તેના શેડયુલ મુજબની ફલાઈટનું સંચાલન મુશ્કેલ બન્યુ હતું.
એરઈન્ડીયા તથા ઈન્ડીગોએ તેની આંતરિક અને વિદેશી વિમાની સેવામાં મોટો ઘટાડો કર્યો હતો પરંતુ હવે રાહત મળશે.

