Morbi,તા.22
મુદામાલ પોલીસ મથકને સોપવામાં આવ્યો, પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી
કચ્છથી જામનગર તરફ ટ્રકમાં ૯૦ પાડા ભરીને લઇ જવાતા હોવાની બાતમી મળતા ગૌરક્ષકોની ટીમે વોચ ગોઠવી હતી અને ટંકારા નજીકથી ટ્રકને આંતરી ૯૦ પાડાને બચાવી લેવામાં આવ્યા હતા જે ટ્રક અને અબોલ જીવ સહિતનો મુદામાલ ટંકારા પોલીસને સોપવામાં આવતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના ગૌરક્ષક અને હિંદુ યુવા વાહિની ટીમને બાતમી મળી હતી કે કચ્છ તરફથી જામનગર એક ગાડીમાં અબોલ જીવને કતલખાને ધકેલવામાં આવી રહ્યા છે જેથી મોરબી અને વાંકાનેર તેમજ કચ્છના ગૌરક્ષકોની ટીમે વોચ ગોઠવી હતી રાત્રીના ૧૨ વાગ્યા આસપાસ ગાડી કચ્છ માળિયા હાઈવે થઈને જામનગર હાઈવે પહોંચતા પીછો કરીને ટંકારા નજીક ટ્રક રોકાવ્યો હતો જે ટ્રકની તલાશી લેતા ક્રુરતાપૂર્વક ૯૦ પાડા ખીચોખીચ બાંધવામાં આવ્યા હતા જેથી ગાડી ટંકારા પોલીસ મથકને સોપવામાં આવી હતી