Morbi,તા.૨૪
મોરબી એલસીબી ટીમે પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા હેઠળ ડીટેઈન કરી ભાવનગર જેલહવાલે કર્યો છે
મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા ગુનામાં સંડોવાયેલ આરોપી સંજય ઉર્ફે રાજુસિંગ રાણાભાઇ વરૂ (ઉ.વ.૩૪) રહે હાલ સીન્ધોઈ નગર માધાપર ગામ રાજકોટ મૂળ રહે મોટા લુણસર તા. વાંકાનેર વાળાનું પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું જેથી એલસીબી ટીમે સંજય ઉર્ફે રાજુસિંગ રાણાભાઇ વરૂને પાસા તળે ડીટેઈન કરી જીલ્લા જેલ ભાવનગર મોકલી આપ્યો છે