Morbi,તા.૨૪
હરીપર (ભૂ.) ગામની સીમમાં કેનાલ વાળા રસ્તે લેન્ડ ગ્રેબિંગ કેસ કર્યો હોય જેમાં નિવેદન લખાવ્યાનો ખાર રાખી એક ઇસમેં આધેડને માર મારી દાતરડા વડે છાતીના ભાગે ઘા મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે
હરીપર (ભૂ.) ગામે રહેતા જસમતભાઈ મકનભાઈ ભાગિયા (ઉ.વ.૫૫) નામના આધેડે આરોપી રસિક વેલજીભાઈ ઢેઢી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી રસિકભાઈએ બે વર્ષ પૂર્વે મહાદેવભાઈ અરજણભાઈ ઢેઢી સાથે પ્લોટ બાબતે લેન્ડ ગ્રેબિંગ કેસ કરેલ હતો જેમાં ફરિયાદી જસમતભાઈએ મામલતદાર સાહેબ પાસે આરોપી વિરુદ્ધ નિવેદન લખાવ્યાનો ખાર રાખી જસમતભાઈ ગામની સીમમાં કેનાલ વાળા રસ્તેથી જતા હોય ત્યારે આરોપીએ રસ્તામાં ગાળો આપી દાતરડા વડે છાતીના ભાગે ઘા મારી ઈજા કરી પાસળીમાં ફ્રેકચર જેવી ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે