Morbi,તા.૨૪
ભાટિયા સોસાયટીમાં રહેતા ૨૮ વર્ષના યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા બનાવ મામલે સીટી પોલીસે વધુ તપાસ ચલાવી છે શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા વિપુલભાઈ ડાયાભાઇ મથુરીયા (ઉ.વ.૨૮) નામના યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા વાંકાનેર સીટી પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે