Morbi,તા,૨૫
મોરબી પંથકમાં વાહનચોરી કરનાર ઈસમો બેફામ બન્યા છે ખાખીનો કોઈ ખૌફ આવા તત્વોને રહ્યો નથી અગાઉ બાઈક ચોરી કરનાર ઇસમોને માંડ પોલીસ પકડે છે ત્યાં નવા બાઈક ચોરીના બનાવો પ્રકાશમાં આવી જતા હોય છે જેમાં શહેરના માધવ માર્કેટના પાર્કિંગમાંથી એક બાઈક ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે
શહેરના અવની પાર્ક મેઈન રોડ પર મયુરપાર્ક સોસાયટીમાં રહેતા અરજણભાઈ પરષોતમભાઈ ડાભી (ઉ.વ.૩૮) નામના યુવાને બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૮-૦૯ ના રોજ સવારના ૦૭ : ૩૦ થી ૮ કલાક દરમીયાન માધવ માર્કેટના પાર્કિંગમાં બાઈક જીજે ૩૬ એન ૩૦૭૯ કીમત રૂ ૬૩ હજાર વાળું રાખેલ હોય જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી એ ડીવીઝન પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે