Morbi,તા,૨૫
માળિયા તાલુકાના બગસરા ગામની સીમમાં આવેલ પવનચક્કીમાંથી વાયર ચોરી કરનાર ચાર ઇસમોને ઝડપી લઈને પોલીસે ચોરી થયેલ કોપર વાયરઅ ને બે બાઈક સહીત ૨.૧૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે
માળિયા પોલીસ ટીમ ચોરીના ગુનાના ભેદ ઉકેલવા ત્રણ રસ્તા ખાતે વાહન ચેકિંગ કામગીરીમાં હોય ત્યારે બે ડબલ સવારી બાઈકમાં ચાર ઈસમો શંકાસ્પદ હાલતમાં પસાર થતા જેની પાસે રહેલ બાચકામાં કોપર વાયર જોવા મળતા પૂછપરછ કરી હતી જે કોપર વાયર ચોરી કર્યાની કબુલાત આપી હતી જેથી માળિયા પોલીસે આરોપી લાલજીભાઈ બાબુભાઈ મેજરાની, સંજય વશરામ મેજરાની, કિશન નાગજી મેજરાની અને પંકજ ચકુભાઈ મેજરાની રહે બધા લલિયાણા તા. ભચાઉ કચ્છ વાળાને ઝડપી લીધા હતા