Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દેશનાં 17 રાજ્યોમાં વરસાદનું તાંડવ : Himachal to Bihar સુધી રેડ અને ઓરેન્જ એલર્ટ

    July 9, 2026

    Melbourneમાં Narendra Modiનું કારોબારીઓને સંબોધન,સ્ટુડન્ટ મોબિલીટીને ટેલેન્ટ પાર્ટનરશીપમાં બદલવાનુ આહ્વાન

    July 9, 2026

    Ram Temple Donation Theft Case : ચંપત રાયના પત્રમાં અનિલ મિશ્રા પર આરોપ

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દેશનાં 17 રાજ્યોમાં વરસાદનું તાંડવ : Himachal to Bihar સુધી રેડ અને ઓરેન્જ એલર્ટ
    • Melbourneમાં Narendra Modiનું કારોબારીઓને સંબોધન,સ્ટુડન્ટ મોબિલીટીને ટેલેન્ટ પાર્ટનરશીપમાં બદલવાનુ આહ્વાન
    • Ram Temple Donation Theft Case : ચંપત રાયના પત્રમાં અનિલ મિશ્રા પર આરોપ
    • ઘડપણમાં સાર સંભાળ નથી રાખી શકતા તો મા-બાપને સંતાનો પાસેથી સંપત્તિ પાછી મેળવવાનો હક : High Court
    • Ayodhya રામ મંદિર દાન ચોરી : રૂ।.500ની નોટોથી શરૂ થયેલી ચોરી કરોડો સુધી પહોંચી
    • દેશની First Hydrogen Train પાટા પર દોડવા તૈયાર
    • બેન્કો હવે ગ્રાહક પાસેથી SMS એલર્ટ ચાર્જ વસુલી શકશે નહી
    • વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat ના ૮ શહેરોની પ્રોપર્ટી માટે સરકારનો નિર્ણય, નોન ટીપી જમીન માટે છૂટ આપી
    ગુજરાત

    Gujarat ના ૮ શહેરોની પ્રોપર્ટી માટે સરકારનો નિર્ણય, નોન ટીપી જમીન માટે છૂટ આપી

    Vikram RavalBy Vikram RavalOctober 26, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૨૬

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૮ શહેરો તથા ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને હાલ ભરવા પડતા પ્રિમિયમમાં રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તદનુસાર, ડી-૧ કેટેગરીમાં આવતા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા), ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા), સુરત શહેરી વિકાસ સત્તામંડળ (સુડા), વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ (વુડા) અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રુડા) ડી-૨ કેટેગરીમાં જુનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ (જુડા), જામનગર શહેરી વિકાસ સત્તામંડળ (જાડા) અને ભાવનગર શહેરી વિકાસ સત્તામંડળ (ભાડા)ના વિસ્તારો ઉપરાંત ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં નોન ટી.પી. એરીયામાં ૪૦ ટકા કપાત બાદ કરીને ૬૦ ટકા જમીનનું પ્રિમિયમ વસુલ કરવામાં આવશે.

     મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે રાજ્યના ડી-૧ અને ડી-૨ કેટેગરીના ૮ શહેરો અને ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને કપાતમાં જતી જમીન ઉપર જે પ્રિમિયમ ભરવું પડતું હતું તેમાથી મુક્તિ મળશે અને માત્ર તેમની પાસે રહેનારા ૪૦ ટકા કપાતના ધોરણો પછીના સુચિત પ્લોટના અંતિમ ખંડના ક્ષેત્રફળ જેટલા જ વિસ્તારનું પ્રિમિયમ ભરવાનું રહેશે.

    ભૂપેન્દ્ર પટેલના આ પ્રજાલક્ષી નિર્ણયથી નોન ટી.પી. વિસ્તારમાં ૪૦ ટકા કપાતની જમીનના ભરવાના થતા મહેસુલી પ્રિમિયમની રકમમાંથી મુક્તિ મળવાના કારણે બાંધકામ ક્ષેત્રે પ્રોપર્ટીની કિમતોમાં ઘટાડો થશે અને તેનો સીધો લાભ મધ્યમ વર્ગના પરિવારોને મળશે.   

    મુખ્યમંત્રી સમક્ષ એવી વિવિધ રજુઆતો આવી હતી કે રાજ્યમાં આ શહેરી વિકાસ સત્તામંડળોમા સમાવિષ્ટ વિસ્તારો પૈકી નગર રચના યોજના જાહેર ન થઈ હોય એવા નોન ટી.પી.માં સમાવિષ્ટ વિસ્તારોમાં ૪૦ ટકા જમીન કપાત કરીને પ્લોટ વેલીડેશન સર્ટીફિકેટ ઈશ્યુ કરીને અંતિમ ખંડની ફાળવણી કરવામાં આવે છે. આના પરિણામે કબ્જેદારને અંતિમ ખંડ તરીકે ૬૦ ટકા અને સંબંધિત સત્તામંડળને ૪૦ ટકા જમીન કપાત પેટે સંપ્રાપ્ત થાય છે. આવા કિસ્સાઓમાં કબ્જેદાર પાસે બાકી રહેતી ૬૦ ટકા જમીન અથવા ખરેખર કપાત બાદ બાકી રહેતી જમીન માટે જ ખેતીથી ખેતી તેમજ ખેતીથી બિનખેતીનું પ્રિમિયમ વસુલ કરવું જોઈએ.એટલું જ નહિ, જ્યાં ટી.પી. લાગુ થઈ હોય ત્યાં કપાત અને રાખવાપાત્ર જમીનનું ધોરણ ૪૦ ટકા અને ૬૦ ટકાનું છે એજ રીતે જ્યાં ડેવલપમેન્ટ પ્લાન-ડી.પી લાગુ થયો હોય ત્યાં પણ આ જ  ધોરણ એટલે કે, ૪૦ ટકા અને ૬૦ ટકાનું રાખવુ જોઈએ.

     સરકાર સમક્ષ એવી પણ રજુઆતો આવી હતી કે, વર્ષ ૨૦૧૮ના ઠરાવની જોગવાઈથી ટી.પી. વિસ્તાર કે ટી.પી.નો ઈરાદો જાહેર થયો હોય ત્યાં ‘એફ’ ફોર્મના ક્ષેત્રફળ મુજબ અથવા ૪૦ ટકા કપાતના ધોરણો ધ્યાને લઈને અંતિમ ખંડ ઉપર ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીનું પ્રિમિયમ વસુલ કરવાનું ઠરાવવામાં આવ્યું છે. તે જ રીતે નોન ટી.પી. વિસ્તારમાં પણ ૪૦ ટકા કપાતનું ધોરણ ધ્યાને લઈને બચત રહેતી જમીનના ક્ષેત્રફળ વિસ્તાર જેટલું પ્રિમિયમ વસુલ લેવામાં આવે.

     મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને મળેલી આ વિવિધ રજુઆતોનો સર્વગ્રાહિ અભ્યાસ કર્યા પછી તેનો સકારાત્મક પ્રતિસાદ આપતા આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.હવે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ડી-૧ અને ડી-૨ કેટેગરીના તથા ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળોમાં જ્યાં ટી.પી. લાગુ થઈ નથી તેવા નોન ટી.પી. વિસ્તારમાં હવે પછીથી સંબંધિત સત્તામંડળ પાસેથી વેલીડેશન સર્ટિફિકેટ મેળવ્યા બાદ બાકી રહેતી ૬૦ ટકા જમીન ઉપર ખેતીથી ખેતી અને ખેતીથી બીન ખેતીનું પ્રિમિયમ વસુલ કરવાના દિશા નિર્દેશો આપ્યા છે.

    GUJARAT
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Suratમાં ૪ ખાડીઓ ઓવરફ્લો, ૨૧૦૦થી વધુ લોકોનું સ્થળાંતર; ૧૧નાં મોત, શાળા-કોલેજ બંધ

    July 8, 2026
    ગુજરાત

    છેલ્લા ૨૪ કલાક દરમિયાન Gujaratના ૧૯૫ તાલુકાઓમાં સાર્વત્રિક અને અવિરત વરસાદ નોંધાયો

    July 8, 2026
    ગુજરાત

    Dang જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગઃ સાપુતારામાં ૧૩ ઇંચ વરસાદથી પૂર!

    July 8, 2026
    જામનગર

    એક સપ્તાહથી સંતાકૂકડી રમતો દીપડો હવે Jamnagar નજીકના ખીમલીયા ગામમાં દેખાયો

    July 8, 2026
    જામનગર

    Jamnagarમાં પુઠા ભરવા જેવી નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી

    July 8, 2026
    જામનગર

    Jamnagarમાં કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલું દંપતી ઝડપાયું

    July 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દેશનાં 17 રાજ્યોમાં વરસાદનું તાંડવ : Himachal to Bihar સુધી રેડ અને ઓરેન્જ એલર્ટ

    July 9, 2026

    Melbourneમાં Narendra Modiનું કારોબારીઓને સંબોધન,સ્ટુડન્ટ મોબિલીટીને ટેલેન્ટ પાર્ટનરશીપમાં બદલવાનુ આહ્વાન

    July 9, 2026

    Ram Temple Donation Theft Case : ચંપત રાયના પત્રમાં અનિલ મિશ્રા પર આરોપ

    July 9, 2026

    ઘડપણમાં સાર સંભાળ નથી રાખી શકતા તો મા-બાપને સંતાનો પાસેથી સંપત્તિ પાછી મેળવવાનો હક : High Court

    July 9, 2026

    Ayodhya રામ મંદિર દાન ચોરી : રૂ।.500ની નોટોથી શરૂ થયેલી ચોરી કરોડો સુધી પહોંચી

    July 9, 2026

    દેશની First Hydrogen Train પાટા પર દોડવા તૈયાર

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દેશનાં 17 રાજ્યોમાં વરસાદનું તાંડવ : Himachal to Bihar સુધી રેડ અને ઓરેન્જ એલર્ટ

    July 9, 2026

    Melbourneમાં Narendra Modiનું કારોબારીઓને સંબોધન,સ્ટુડન્ટ મોબિલીટીને ટેલેન્ટ પાર્ટનરશીપમાં બદલવાનુ આહ્વાન

    July 9, 2026

    Ram Temple Donation Theft Case : ચંપત રાયના પત્રમાં અનિલ મિશ્રા પર આરોપ

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.