(નયના દવે દ્વારા)
Jamnagar તા.૮
Jamnagar શહેરના પાણાખાણના નાકા રોડ વિસ્તારમાં પુઠા ભરવાની સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતાં બંને પક્ષોએ એકબીજા સામે સામસામી ફરિયાદ નોંધાવતા સીટી ’સી’ ડિવિઝન પોલીસ સ્ટેશને કુલ આઠ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે.
પ્રથમ ફરિયાદમાં ફરિયાદી વિજય માલજીભાઈ વાઘેલાએ પ્રવીણ ચનાભાઈ પરમાર, શિવા ચનાભાઈ પરમાર, દેવાંગ રામજીભાઈ પરમાર અને વિજય ચનાભાઈ પરમાર સામે ગાળાગાળી, ઢીકાપાટુનો માર મારવા, લાકડાના ધોકાથી ઈજા પહોંચાડવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા તેમજ જાહેરનામાનો ભંગ કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.જ્યારે સામસામી નોંધાયેલી બીજી ફરિયાદમાં ફરિયાદી પ્રવીણ ચનાભાઈ પરમારે વિજય માલજીભાઈ વાઘેલા, વિજય ડાયાભાઈ વાઘેલા, વિશાલ નાથાભાઈ વાઘેલા અને દિનેશ કાનજીભાઈ વાઘેલા સામે ગાળાગાળી, મારામારી કરી સામાન્ય ઈજાઓ પહોંચાડવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી છે.બંને ફરિયાદોના આધારે સીટી ’સી’ ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી સમગ્ર બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

