Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Central Gujaratમાં વરસાદી મુસીબત: બોરસદમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર
    ગુજરાત

    Central Gujaratમાં વરસાદી મુસીબત: બોરસદમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર

    Vikram RavalBy Vikram RavalJuly 25, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Anand, તા.25

    આણંદ જિલ્લાના બોરસદમાં બુધવારે મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 14 ઇંચ વરસાદ તૂટી પડતા બોરસદ શહેર પાણીમાં ડૂબ્યું હતું. નીચાણવાળા અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઇ ગયા હતા. સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ચાર ઇંચ અને 10 થી બપોરના 12 વાગ્યા સુધીમાં 8 ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબકતા શહેરનું જનજીવન ખોરવાયું હતું.

    વિદ્યાર્થીઓ સ્કૂલે જઇ શક્યા નહોતા, નોકરિયાત વર્ગ નોકરીએ જઇ શક્યો નહતો તેમજ વેપાર-ધંધાવાળાઓએ પણ દુકાનો બંધ રાખી ઘરમાં જ પુરાઇ રહેવાની નોબત આવી હતી.બીજી તરફ આણંદ જિલ્લામાં ખંભાત, તારાપુર , આંકલાવમાં ચારેક ઇંચ જેટલો ભારે વરસાદ પડતા ત્યાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. પેટલામાં બે ઇંચ તેમજ સોજિત્રામાં પોણા એક ઇંચ, આણંદમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.

    બોરસદના વાન તળાવ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ડૂબતા એસડીઆરએફની 15 સભ્યોની ટીમોએ બોટો તરતી મુકી 200 જેટલા લોકોને રેસ્ક્યું કરીને સલામત સ્થળે ખસેડયા હતા. અસરગ્રસ્તોને સરસ્વતી શિશુ મંદિરમાં આશ્રય અપાયો હતો. જ્યાં તેઓ માટે ભોજન-પાણીની વ્યવસ્થા કરાઇ હતી. વાસદ ચોકડી, ખાસીવાડી, અક્ષર નગર સોસાયટી, જનતા બજાર, જૈન દેરાસર, ભોભા તળાવ, વાન તળાવ સહિતના વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઇ ગયા હતા. બોરસદ-અલારસા-કોસીન્દ્રા-આંકલાવ, અલારસા-દાવોલ રોડ બંધ કરી દેવાની ફરજ પડી હતી. સ્થિતિની ગંભીરતાને જોઇને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. અને સ્થિતિની સમીક્ષા કરી જરૂરી પગલા લેવા, રાહત-બચાવની કામગીરી ઝડપી બનાવવા તેમજ અધિકારીઓને હેડક્વાટર ન છોડવા આદેશ આપ્યો હતો. બોરસદમાં આભ ફાટવાની સ્થિતિમાં કોઇ જાનહાનિ થઇ ન હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું. જોકે નીચાણવાળા અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને પારાવાર નુકસાની થવા પામી હતી.

    બોરસદ-અલારસા-કોસીન્દ્રા-આંકલાવ, અલારસા-દાવોલ રોડ બંધ કરાયો

    બોરસદ-અલારસા-કોસીન્દ્રા-આંકલાવ રોડ તેમજ અલારસા-દાવોલ રોડ પર ભારે વરસાદને લીધે પાણી ભરાઇ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. તકેદારીના ભાગરૂપે વહિવટીતંત્ર દ્વારા આ રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. રાહદારીઓએ આ રોડ પરથી અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી.આણંદ જિલ્લામાં આગામી 24 કલાક દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે. આજે તા.25 જુલાઈના રોજ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

    ઇમરજન્સીની સ્થિતિમાં જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ

    હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ એલર્ટ મુજબ આણંદ જિલ્લામાં બુધવારે હળવા વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે આશરે 40 કિમી પ્રતિ કલાકનાં પવનની ઝડપ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ હતી. વરસાદની પરિસ્થિતિ દરમિયાન આણંદ વહીવટીતંત્ર સૌ નાગરિકોને સાવચેતી રાખવા તથા કોઈપણ પ્રકારનો અઘટીત બનાવ બને કે આપાતકાલીન પરિસ્થિતિ ઉદ્દભવે તો જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 02692-24૩222 પર સંપર્ક કરવા વિનંતી છે.

    આગામી 24 કલાકમાં ભરૂચ, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ તથા મહેસાણા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના ભારતીય હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. બોરસદ શહેરી વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી તાકીદે એસડીઆરએફની 15 સભ્યોની એક ટીમ મોટર બોટ સાથે રાહત અને બચાવ કામમાં જોતરવામાં આવી હતી. આ ઉપરાંત આણંદ નગરપાલિકાની એક મોટરબોટ અને બે અન્ય મોટરબોટ બોરસદ ખાતે પહોંચતી કરીને અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી દિવસ દરમિયાન હાથ ધરાઇ હતી.

    જિલ્લા કલેકટર  પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ બોરસદ શહેરી વિસ્તારમાં અને નીચાણવાળા વિસ્તારોમાં કોઈ જાનહાનિ ન થાય તે માટે બોરસદ પ્રાંત અધિકારી દ્વારા તાકીદે પગલાં ભરી વન તળાવ પાસેના વિસ્તારમાંથી 200 જેટલા લોકોનું સરસ્વતી શિશુ મંદિરમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સ્થળાંતર કરાયેલ આ લોકોને બપોરનું ભોજન પણ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યું હતું અને તેમના રાત્રિના ભોજનની પણ વ્યવસ્થા શેલ્ટર હાઉસ ખાતે કરવામાં આવી હોવાનું પ્રાંત અધિકારી બોરસદ દ્વારા જણાવાયું હતું.

    સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધી પડેલો વરસાદ

    તાલુકો

    વરસાદ (મીમી)

    બોરસદ

    ૩54

    ખંભાત

    102

    તારાપુર

    92

    આંકલાવ

    94

    પેટલાદ

    48

    સોજિત્રા

    29

    આણંદ

    16

     

    Anand Borsad-burst-aura flooded-with-14-inches-of-rain
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Wankaner પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દેશી દારૂ ભરેલ ઈનોવા કાર ઝડપી લીધી

    June 6, 2025
    મોરબી

    Morbi: ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને ભાવનગરથી ઝડપી લીધો

    June 6, 2025
    મોરબી

    Morbi: દીકરી રીસામણે હોવાનો ખાર રાખી ત્રણ ઇસમોએ મહિલાઓ સહીત ચારને માર માર્યો

    June 6, 2025
    મોરબી

    Morbi: નીલકંઠ રેસીડેન્સીના મકાનમાંથી દારૂની ૧૨૦ બોટલનો જથ્થો જપ્ત, આરોપીની શોધખોળ

    June 6, 2025
    મોરબી

    Morbi: માળિયા સુરજબારી ચેકપોસ્ટ નજીક ડમ્પરે ફૂલબ્રેક મારતા એસટી બસ પાછળ ઘુસી ગઈ

    June 6, 2025
    મોરબી

    Morbi: માળિયાના ચીખલી ગામે મીની હથિયાર ફેક્ટરી ચલાવનાર પાસેથી વધુ એક હથિયાર કબજે

    June 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.