Jamnagar તા ૩1
જામનગર જિલ્લામાં લોક ભાગીદારીનુ એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં કામગીરીની સરળતા માટે આવશ્યક એવા ૫ મલ્ટિફંકશન પ્રિન્ટર-કમ-ફોટોકોપીયર મશીનોની ભેટ હિતેશભાઇ પટેલ, રોયલ ઇન્ડસ્ટ્રીયલ સર્વિસના સંચાલકે આપી છે. આ મશીનોની કુલ કિંમત ૩,૦૭,૪૧૫ રૂપિયા છે. અને તે સરકારની લોક ભાગીદારી સ્કીમ અંતર્ગત આપવામાં આવ્યા છે.
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂએ હિતેશભાઇ પટેલના આ ઉમદા કાર્યની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, હિતેશભાઇ જેવા પોલીસ પ્રેમી વ્યક્તિઓના સહકારથી પોલીસ વિભાગની કાર્યપ્રણાલીને વધુ સુદ્રઢ બનાવી શકાય છે. તેમણે હિતેશભાઇને ભવિષ્યમાં પણ આવા લોકહિતના કાર્યો કરવા માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ મલ્ટિફંકશન મશીનોથી પોલીસ કર્મચારીઓને દસ્તાવેજોની નકલો અને પ્રિન્ટ કાઢવામાં સરળતા રહેશે, અને તેમની કામગીરીની ઝડપમાં વધારો થશે. આ સાથે જ, જામનગર જિલ્લા પોલીસ અને જનતા વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનશે. હિતેશભાઇ પટેલના આ ઉમદા કાર્યથી જામનગર જિલ્લાના લોકોને પ્રેરણા મળશે અને અન્ય લોકો પણ સમાજસેવાના કાર્યોમાં જોડાશ