Jamnagar,તા.05
જામનગરના યુવા ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ દિવાળીના પર્વની ઉજવણી ઝુપડપટ્ટીના બાળકો સાથે કરી હતી. સરકારી વસાહતની પાછળના ભાગે તળાવની પાળ પાસે ઝુપડપટ્ટીમાં વસતા ગરીબ બાળકોને દિવાળીના દિવસે મીઠાઈ આપી, સાથે ફટાકડા ફોડીને દિપાવલીના પર્વની સાદગીપુર્વક ઉત્સાહ અને સેવાથી ઉજવણી હતી.
ઝૂંપડપટ્ટીના બાળકોને મીઠાઈ અને ફટાકડા આપી પર્વની શુભેચ્છા પાઠવી.ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ધનતેરશના દિવસે તોરણ વેચનાર પરીવારની દિકરીને પર્વની શુભેચ્છા પાઠવી હતી. ત્યારે વાત કરતા ધ્યાને આવ્યુ ગરીબ પરીવારની દિકરીનુ નામ લક્ષ્મી હોય. જેને ધનતેરશના દિવસે જન્મ દિવસ હોવાથી તેના માટે ખાસ કેક મંગાવીને ધનતેરશના દિવસે લક્ષ્મીનો જન્મદિવસની ઉજવણી કરી હતી.