Morbi, તા.6
તાજેતરમાં ચાલુ વર્ષ 2024 ના ઑગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં રાજ્યમાં થયેલ ભારે વરસાદના કારણે થયેલ પાક નુકશાન અન્વયે ‘ખાસ કૃષિ રાહત પેકેજ- 2024’ રાજ્ય સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તેથી મોરબી જિલ્લાના ખેડૂતો હવે નવા થયેલા સુધારા અનુસાર આગામી તારીખ 10/11/2024 સુધી ડિજિટલ ગુજરાત ઓનલાઈન પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે. આ પૂર્વે અરજી કરવાની તારીખ 31 ઓકટોબર નિયત કરવામાં આવી હતી.
આ ખાસ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ઈચ્છુક ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે VCE/ VLE મારફત અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતી વખતે 7- 12, 8- અ અને આધાર કાર્ડની નકલ સાથે જોડવાની રહેશે. આ પેકેજ હેઠળ લાભ મેળવવા માંગતા ખેડૂત મિત્રોને તાત્કાલિક ધોરણે ઓનલાઈન અરજી કરવા અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડીયા, મોરબી દ્વારા જણાવવામાં આવ્યું છે.