Morbi તા 6
મૂળ બરવાળા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ નાની કેનાલ નજીક નીલકંઠ પેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 501 માં રહેતા મયુરભાઈ કાંતિભાઈ શેરસીયા (29)એ આશુતોષ હર્ષદભાઈ વઘાડિયા (23)સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે તેઓના પિતાની ભરતનગર ગામની સીમમાં ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર આવેલ સોમાણી મેક્સ સીરામીક કારખાનાની કેન્ટીન છે.
જ્યાંથી આરોપીએ ચારેક માસથી 4200 ની કિંમતની વસ્તુઓ ઉધારમાં લઇ ગયો હતો અને તેના પૈસા માંગતા હતા પરંતુ આશુતોષ પૈસા આપતો ન હતો અને ફરિયાદીના પિતાએ પૈસા માંગતા તે ઉશ્કેરાઈ ગયો હતો તેણે પોતાની પાસે રહેલ છરી વડે ફરિયાદીના પિતા ઉપર હુમલો કરી છરીના ઘા મારીને ઇજાઓ કરી હતી જેથી ે સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતાપોલીસે ગુનો નોંધીને આરોપી આશુતોષ હર્ષદભાઈ વઘાડિયા (23) રહે રાધા પાર્ક શેરી નંબર એક વાવડી રોડ ધરપકડ કરી છે