મોરબી, તા.6
મોરબી નજીકના બગથળા ગામે બેસતા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી અને નવા વર્ષનો પ્રારંભ મોટાભાગે લોકો દેવદર્શન તેમજ વડીલો સહિતનાઓના આશીર્વાદ મેળવીને કરતા હોય છે અને ત્યારે એક મેકને નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવતા હોય છે મોરબી તાલુકાના બગથળા ગામે આવેલ નકલંક દાદાના મંદિરે અન્નકુટ દર્શન તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદાજુદા ગામ અને શહેરમાથી મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન કરવા માટે આજે નકલંક મંદિરે આવ્યા હતા.
નજીકના બગથળા ગામે દર વર્ષે ગ્રામજનોના સહકારથી અન્નકૂટ દર્શન અને મહા પ્રસાદનું મંદિરના મહંત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અને આ રીતે બેસતા વર્ષની ઉજવણી સાથે નકલંક મંદિરે અન્નકૂટ દર્શન, મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બગથળા ગામ અને તેની આસપાસના ગામોના લોકો તેમજ અહીથી ધંધા રોજગાર માટે બહાર ગામ ગયેલા લોકો પણ નકલંક દાદાના દર્શન કરવા માટે બગથળા ગામે આવ્યા હતા આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર હોવાથી દર વર્ષે હજારોની સંખ્યામાં આસપાસના ગામોમાંથી લોકો નકલંક મંદિરે આવતા હોય છે જેથી ત્યાં સ્નેહમિલન જેવું વાતાવરણ પણ જોવા મળે છે.