Morbi, તા.11
લુણસર ગામના રહેવાસી ૭૦ વર્ષીય વૃદ્ધને ગામની સીમમાં ઇલેક્ટ્રિક શોક લાગતા મોત થયું હતું બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના લુણસર ગામના રહેવાસી દલાભાઈ સોન્ડાભાઈ વાઘેલા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધને ગામની સીમમાં ઇલેક્ટ્રિક શોક લાગતા મોત થયું હતું બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે