Morb તા.૧૧
વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા બે ઇસમોને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મોરબી એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા કાર્યરત હોય દરમીયાન વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ હેમંત ગુલાબદાસભાઈ મૈસુર્યા (ઉ.વ.૪૪) અને વિનીત ભરતભાઈ મૈસુર્યા (ઉ.વ.૨૨) એમ બે ઇસમોને વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ મથકને સોપવામાં આવ્યા છે