Jamnagar, તા.13
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ નજીક આવેલા પરોઠા હાઉસમાં એક શખ્સ દ્વારા તોડફોડ કરી હોટલ સંચાલક પર ધારિયા વડે હુમલો કરાયાની ઘટના સામે આવતા ચક્કર પહોંચી છે. આરોપીની પત્ની હોટલમાંથી પાર્સલ લઈ આવ્યા પછી ખરાબ નીકળ્યુ હોવાના આરોપ સાથે આરોપીએ હોટલમાં જઈ હંગામા મચાવ્યો હતો જેને પગલે મામલો પોલીસમાં થસે પહોંચ્યો છે અને હાલ પોલીસે આરોપી સામે ગુનો નથી તપાસણી ચક્ર ગતિમાન કર્યા છે
આ મામલે જાણવા મળતી વિગત અનુસાર માર્કેટિંગયાર્ડની સામે વતન પરોઠા હાઉસમા ગઈકાલે હંગામો થયો હતો. આરોપી રાજદેવીપૂજકની પત્ની હોટલમાંથી પાર્સલ લેવાં માટે આવ્યા હતા. બાદમાં આ પાર્સલ ખરાબ નીકળ્યું હોવાથી ઉશ્કેરાયેલો રાજ દેવીપુજક નામનો શખ્સ ધારિયા સાથે હોટલમાં ધસી દોડી ગયો હતો. જ્યાં બે કટકે વાણી વિલાસ કરી હોટલ સંચાલક જામનગર નજીક ધુંવાવ ગામમાં રહેતા ઈરફાન ઉમરભાઈ મથુપોત્રા ઉપર ધારિયા વડે હુમલો કર્યો હતો. આથી યુવાનને હાથ અને પીઠના ભાગે હુમલો કરવા અંગે રાજ દેવીપુજક નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. તેમજ હોટલમાં પણ તોડફોડ કરી નાખી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.
આ બનાવને પગલે ઈજા ગ્રસ્ત વેપારી યુવાનને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, અને તેને પીઠ ના વાગે ટાંકા લેવા પડ્યા હતા. સમગ્ર મામલે સીટી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ જી.વી. ચાવડાએ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.