Jamnagarતા.15
જામનગરના સ્મશાન પાસેથી પોલીસે બાતમીના આધારે દારૂની હેરાફેરી કરતાં એક શખ્સને ઝડપી લીધો છે. જ્યારે બે શખ્સ ફરાર થયા હતાં. પોલીસે દારૂની બોટલો અને મોબાઇલ સહિત કુલ રૂા.28 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફના માણસોએ શહેરના નાગેશ્વર રોડ ઉપર સ્મશાન પાસેથી દારૂની હેરાફેરી કરેલી રહેલાં દિવ્યરાજસિંહ જીતુભા પરમાર (ઉ.વ.21, રહે.નાગેશ્વર રોડ, સ્મશાન પાસે, વિકાસ બેટરી વાળી ગલીમાં, જામનગર) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.
જ્યારે બે નિતીન દેવશીભાઇ પરમાર (રહે.મહેશ્વરીવાસ, નાગનાથ ગેઇટ, જામનગર) અને લાલજી મનસુખભાઇ મકવાણા (રહે.નાગેશ્વર સ્મશાન પાસે, જામનગર) નામના બે શખ્સો નાશી ગયા હતાં. પોલીસે પકડાયેલા શખ્સ પાસેથી રૂા.23,600 ની 59 નંગ ઇંગ્લીશ દારૂની બોટલો અને રૂા.5000 ની કિંમતનો એક મોબાઇલ સહિત કુલ રૂા.28,600 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે દિવ્યરાજસિંહ પરમાર સામે પ્રોહિબીશનની કલમ હેઠળ ગુન્હો નોંધી અને નાશી ગયેલાં બન્ને શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.