એક ઇજાગ્રસ્તની બે લાખની રોકડ તેમના ભાઈને બોલાવીને પરત સોંપી દીધી
Jamnagar તા.૨૦
જામનગરમાં આજ રોજ સાંજના ૭ વાગ્યા આસપાસ દરેડ મસીતિયાં રોડ પર અનવરભાઈ નામના ૫૨ વર્ષ ના વ્યક્તિ પોતાનું બાઈક લઈને જતા હતા, ત્યાં અચાનકઆંખલો સામે આવી જતાં અનવરભાઈ ને હેડ એન્જરી થઇ હતી. જેના માટે દરેડ જી.આઈ.ડી.સી. ને આનો કોલ આવ્યો હતો.આથી ઇ.એમ.ટી. રવિના બેન ડાંગર અને પાયલોટ અતુલભાઈ વ્યાસ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. જયાં અનવરભાઈ ને એમ્બ્યુલેન્સ લઈને જરૂરી સારવાર સાથે જી જી હોસ્પિટલે લઇ જતા હતા. ત્યાં તપાસ કરતાં અનવરભાઈ પાસે બે લાખ રૂપિયા રોકડ હતા, જેની જાણ ૧૦૮ના પાયલોટ એ તેમના ભાઈ અકબરભાઈને કોલ કરી જાણ કરી ને હોસ્પિટલે બોલાવી લીધા હતા, અને તેમના હાથ માં બે લાખ સોંપી આપ્યા હતા. આમ ૧૦૮ ની ટીમે ઈમાનદારી નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું,