Morbi,તા,21
જુના ઘાટીલા ગામે દીકરી દાઝી જતા સાસુએ ઠપકો આપતા લાગી આવતા ૨૪ વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પી લેતા સારવારમાં મોત થયું હતું
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જુના ઘાટીલા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા નીકીતાબેન સોમાભાઈ નાયકા (ઉ.વ.૨૪) નામની પરિણીતા તા. ૧૯ ના રોજ જંતુનાશક ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાઈ હતી જ્યાં સારવારમાં પરિણીતાનું મોત થયું હતું બનાવ મામલે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક નીકીતાબેનનો લગ્નગાળો ત્રણ વર્ષનો હતો જે પતિ અને સાસુ સાથે રહેતી હતી બનાવના દિવસે દીકરી પગે દાઝી જતા સાસુએ મૃતકને ઠપકો આપ્યો હતો જેથી લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યાનું ખુલ્યું છે માળિયા પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે