Morbi,તા,21
શહેરના મુનનગર ચોક પાસે મહિલા સહીત ત્રણ ઇસમોએ યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે
રવાપર ઘુનડા રોડ પર રહેતા વિજયભાઈ ત્રિભોવનભાઈ સવસાણીએ આરોપીઓ રાજેન્દ્ર મોહન દેત્રોજા, મીનાબેન વસંતભાઈ દેત્રોજા અને આનંદભાઈ વસંતભાઈ દેત્રોજા રહે બધા ન્યુ ચંદ્રેશનગર મુનનગર ચોક મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી વિજયભાઈ અને પીયુષભાઈ બંને મોરબી મુનનગર ચોકમાં જતા હતા ત્યારે બંનેના પત્નીને જોઈ જતા તેની સાથે વાતચીત કરતા હતા ત્યારે આરોપીઓએ આવી બોલાચાલી ઝઘડો કરી ગાળો આપી હતી તેમજ મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે