Jamnagarતા.૨૧
જામનગર ના એમ પી શાહ ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલા એક બ્રાસપાર્ટના કારખાનાની બહાર રાખવામાં આવેલા પિત્તળના ત્રણ વજનદાર પાટ્ર્સની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ કારખાના ના મેનેજર દ્વારા સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ છે.
જામનગરમાં એમપી શાહ ઉદ્યોગ નગરમાં આવેલા એક કારખાનાની બહાર પરમદીને રાત્રે પિત્તળની વજનદાર ત્રણ બ્લેડ રાખવામાં આવી હતી, જેની અંદાજે કિંમત ૪૫,૦૦૦ રૂપિયા થાય છે. જે ત્રણેય વજનદાર બ્લેડ ની કોઈ તસ્કરો રાત્રી દરમિયાન ચોરી કરી લઈ ગયા હતા.
જે ચોરીના બનાવ અંગે કારખાનામાં કામ કરતા મેનેજર પ્રેમનાથ કૂલનાથ કુશવાહાએ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં એ.એસ.આઇ. એસ.આર. ચાવડા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને આ ચોરીના મામલે વધુ તપાસ હાથ ધરી છે.