Morbi,તા.26
ઘૂટું ગામ નજીક ડબલ સવારી બાઈકને ટ્રક ડમ્પર ચાલકે ઠોકર મારતા બાઈક સવાર બંને વ્યક્તિ પડી જતા બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું જયારે પાછળ બેસેલ વ્યક્તિનું સારવારમાં મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
ઘૂટું ગામે પંચમુખી હનુમાન સોસાયટીના રહેવાસી મુકેશભાઈ અમૃતભાઈ વાઘેલા (ઉ.વ.૩૦) વાળાએ ટ્રક ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ડમ્પર ચાલકે ઉંચી માંડલ ગામથી ઘૂટું ગામ તરફ ડમ્પર પુરઝડપે ચલાવી ફરિયાદીના પિતા અમૃતભાઈ વાઘેલા અને દિનેશભાઈ કરશનભાઈ જાદવ ડબલ સવારી બાઈક લઈને જતા હતા ત્યારે બાઈકને હડફેટે લઈને અકસ્માત સર્જાયો હતો
જે અકસ્માતમાં ફરિયાદીના પિતા અમૃતભાઈ વાઘેલાનું સ્થળ પર મોત થયું હતું જયારે પાછળ બેસેલ દિનેશભાઈ કરશનભાઈ જાદવને બંને પગ અને પેટના ભાગે ઈજા પહોંચાડી હતી જેનું સારવારમાં મોત થયું હતું અકસ્માત બાદ સ્થળ પર ડમ્પર મૂકી ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે