Morbi,તા.26
મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર યુવાન રોડ ક્રોસ કરતા હતા ત્યારે ટ્રક ચાલકે ઠોકર મારી ટાયરનો જોટો ફેરવી દેતા ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી નાસી ગયાની ફરિયાદ નોંધાવી છે
મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ નીચી માંડલ નજીક ફેકટરીમાં રહીને કામ કરતા શિવરામસિંઘ દેવીસિંઘ રાજપૂતે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના ભાઈ જુગેન્દ્રસિંઘ અને કૌટુંબિક ભાઈ રવિસિંઘ બંને ઘરવખરીનો સામાન લેવા મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ આદિત્ય હોટેલ સામેની બાજુથી જતા હતા ત્યારે રોડ ક્રોસ કરતી વેળાએ ટ્રક ચાલકે ફરિયાદીના ભાઈ જુગેન્દ્રસિંઘને પાછળથી ઠોકર મારી હડફેટે લીધા હતા જે અકસ્માતમાં જુગેન્દ્રસિંઘને માથાના અને શરીરના ભાગે ટ્રકનો ટાયરનો જોટો ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત બાદ ટ્રક લઈને ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના સિરામિક સીટી નજીક રોડ ક્રોસ કરતી મહિલાનું કારની ઠોકરે મોત
વાંકાનેર મોરબી હાઈવે પર સાસુ અને વહુ રીક્ષામાં બેસવા માટે રોડ ક્રોસ્ કરતા હતા ત્યારે અજાણી કારના ચાલકે વહુને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું જયારે અકસ્માત બાદ કાર લઈને ચાલક નાસી ગયો હતો
મોરબી તાલુકાના લાલપર ગામના રહેવાસી જયેશભાઈ રાઘવજીભાઈ અઘારાએ અજાણી કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના માતા શારદાબેન અને પત્ની ઉર્વીશા બંને રીક્ષામાં બેસવા માટે સિરામિક સિટીના ગેટ સામે રોડ ક્રોસ કરીને જતા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી ફરિયાદીના પત્ની ઉર્વીશાને ઠોકર મારતા રોડ પર પડી જતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું જયારે અકસ્માત બાદ કાર લઈને કાર ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે