Morbi તા.૨૮
શહેરના ભક્તિ નગર સર્કલ નજીક ફ્લેટમાં ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી એક ઈસમને ઝડપી લઈને ચોરી થયેલ ૯.૧૦ લાખના દાગીના રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
ગત તા. ૨૦-૧૧ ના રોજ ભક્તિનગર સર્કલ રાજેશ પાર્ક જીવન જ્યોતિ હાઈટ્સના ફ્લેટના દરવાજાનો લોક ખોલી ૯.૧૦ લાખની કિમતના સોનાના દાગીનાની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેથી સીટી એ ડીવીઝન પોલીસે તપાસ ચલાવી હતી જેમાં પાડોશીએ ગુનાને અંજામ આપ્યાની બાતમી મળતા આરોપી મિલન લાલજી ફેફર (ઉ.વ.૨૯) વાળાને ઝડપી લઈને પૂછપરછ કરતા ફ્લેટ બંધ હોય અને બહારગામ ગયા હોવાથી દરવાજાનો લોક ખોલી ચોરી કર્યાની કબુલાત આપી હતી
જેથી આરોપી મિલન લાલજી ફેફરને ઝડપી લઈને ચોરી કરેલ દાગીના શનાળા રોડ પર આવેલ શુભ પલાયવૂડ નામની દુકાનમાં રાખેલ હોય જ્યાંથી ચોરી થયેલ તમામ દાગીના કીમત રૂ ૯.૧૦ લાખનો મુદમાલ રીકવર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે